નેશનલમનોરંજન

આખરે શું ખાલી છે? નરેન્દ્ર મોદીનું મગજ કે…’ અભિનેતા પ્રકાશ રાજે પીએમ મોદીની ઉડાવી મજાક


બેંગલુરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં ગઇ કાલે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનમાં પ્રવેશનો કાર્યક્રમ યોજાયો. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ નવા સંસદ ભવનમાં રજૂ કર્યું. મહિલા અનામતના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા થઇ રહી છે.


ત્યારે હવે અભિનેતા પ્રકાશ રાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પોસ્ટ ટ્વીટ કરી શું ખાલી છે? નરેન્દ્ર મોદીનું મગજ? એવો પ્રશ્ન પૂછી વડા પ્રધાનની ખીલ્લી ઉડાવી છે.

પ્રકાશ રાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં એક ખાલી ફોલ્ડર છે, તથા બીજો હાથ ખિસ્સામાં છે. આ ફોટો પોસ્ટ કરી પ્રકાશ રાજે વડા પ્રધાનની ખીલ્લી ઉડાવી છે.


પ્રકાશ રાજે ટ્વીટમાં લખ્યું કે 2014થી આ કોયડો છે, મને કહો કે આખરે શું ખાલી છે? વડા પ્રધાન મોદીના હાથમાં જે ફોલ્ડર છે એ? એમના જેટકનું ખીસ્સું? કે પછી એમનું મગજ? આવી પોસ્ટ કરી પ્રકાશ રાજે વડા પ્રધાન મોદીની ખીલ્લી ઉડાવી છે.

પ્રકાશ રાજના આ ટ્વીટ પર ઉલ્ટી સીધી પ્રતિક્રિયા આવી રહી છે. અગાઉ પ્રકાશ રાજે ચંદ્રયાન 3નો મજાક ઉડાવ્યો હતો. ત્યારે તેમની ટીકા થઇ હતી. અને હવે નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એકવાર પ્રકાશ રાજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મજાક ઉડાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button