આ પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રીએ સોમનાથ-દ્વારકાના દર્શન કર્યા ને ટીપ્સ પણ આપી
મરાઠી ફિલ્મજગત અને ટીવીજગતની જાણીતી અભિનેત્રી પ્રાજક્તા માળી ગુજરાતની મુલાકાતે આવી હતી. પ્રાજક્તાએ તમામ 12 જ્યોર્તિલિંગના દર્શનનું પ્રણ લીધું હતું અને તેના ભાગરૂપે તેણે સોમનાથ અને દ્વારકા મંદિરના દર્શન કર્યા હતા.
અભિનેત્રીએ ગુજરાતના સૌરાષ્ટ્રના શ્રી સોમનાથ મંદિરમાં તેના દર્શનની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું, મારા ભગવાનને વચન આપ્યા મુજબ… યાત્રા શરૂ થઈ ગઈ છે. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, વેરાવળ, સૌરાષ્ટ્ર-ગુજરાત.
પ્રાજક્તાએ એમ પણ લખ્યું છે વેકેશનનો સદઉપયોગ. આ સાથે તેણે ખાસ ટીપ આપી છે કે સોમનાથના મંદિરના પણ દર્શન કરજો. ખૂબ જ સરસ છે. ત્યાં ફોન લઈ જવાની પરવાનગી નથી એટલે ફોટા શેર કર્યા નથી.
ત્યારબાદ તેણે શ્રી સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેણીએ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની પણ મુલાકાત લીધી હતી. સ્થળ પરથી ફોટા શેર કરતા અભિનેત્રીએ કહ્યું, શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ- દ્વારકા, ગુજરાત. ટીપ- ગુજરાતમાં આ 2 જ્યોતિર્લિંગ એક દિવસમાં કરી શકાય છે. થોડી દોડાદાડી થાય. ત્યાંથી અમે બેટ દ્વારકા પણ ગયા. ત્યાં દ્વારકાધીશાનું (કૃષ્ણ મંદિર) છે.’ અભિનેત્રીએ આ બંને પોસ્ટ માટે #Jyotirlinga #Shiva #Mahadev # Dasi #Shivotham હેશટેગ્સનો પણ ઉપયોગ કર્યો હતો.
Also Read – …તો ‘ડર’ ફિલ્મમાં જુહી ચાવલા જોવા ન મળી હોતઃ માધુરી દીક્ષિતે શા માટે કહ્યું આમ?
મહારાષ્ટ્રચી હાસ્યજત્રા નામના ટીવી શૉમાં હૉસ્ટ તરીકે તે ખૂબ જ જાણીતી બની છે. આ સાથે તાજેતરમાં જ તેની ફિલ્મ ફુલવંતીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને પ્રાજક્તાને સારી પ્રસિદ્ધિ અપાવી હતી.