Prabhasની હીરોઈનને છે આ ગંભીર બીમારી, ખુદ કર્યો ખુલાસો…
ફિલ્મ બાહુબલિમાં દેવસેનાના રોલમાં જોવા મળેલી સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. એટલું જ નહીં પણ અનુષ્કા રૂપિયા 1000 કરોડનો વકરો કરનારી પહેલી ઈન્ડિયન એક્ટ્રેસ પણ છે. અનુષ્કા છેલ્લા નવ મહિનાથી ફિલ્મોથી છે અને એનું કારણ જ આ ગંભીર બીમારી છે. વાત જાણે એમ છે કે અનુષ્કા લાફિંગ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે. ચાલો જાણીએ કે આખરે આ બીમારીમાં શું થાય છે એ-
અનુષ્કા શેટ્ટી એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે, જેને લાફિંગ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારીથી પીડાઈ રહેલી વ્યક્તિ જો એક વખત હસવાનું શરૂ કરે છે તો કલાકો સુધી હસતી જ રહે છે. આ વ્યક્તિ પોતાના ઈમોશન્સ કન્ટ્રોલ નથી કરી શકતા. અનુષ્કાએ ખુદ પોતાની આ કંડિશનનો ખુલાસો કર્યો છે.
અનુષ્કાએ જણાવ્યું હતું કે મેડિકલ ટર્મ્સમાં આ બીમારીને સ્યુજો બુલબાર ઈફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. મને એક લાફિંગ ડિસીઝ છે. તમને કદાચ એવું લાગશે કે હસવું એ પણ ક્યારેય કોઈ બીમારી હોઈ શકે કેમ? પણ મારા માટે હસવું એ સમસ્યા જ છે. હું જો હસવાનું શરૂ કરું છું તો 15થી 20 મિનિટ સુધી પોતાની જાતને રોકી શકતી નથી. શૂટમાં પણ મને મુશ્કેલી પડી છે.
એક્ટ્રેસે કહ્યું કે કોમેડી સીન શૂટ કરતી વખતે જોતી વખતે ઘણી વખત હું હસતાં હસતાં લોટપોટ થઈ જઉં છું. ઘણી વખત તો આને કારણે શૂટિંગ પણ રોકવી પડે છે. એવું કહેવાઈ રહ્યું છે કે અનુષ્કા આ જ કારણે ફિલ્મોથી દૂર છે. છેલ્લાં અનુષ્કા શર્મા ફિલ્મ મિસ્ટર પોલીશેટ્ટી 2023માં જોવા મળી હતી. જોકે, હજી એક્ટ્રેસના હાથમાં ઘાટી અને કથાનાર છે. જોકે, આ બંને ફિલ્મની રિલીઝ ડેટ હજી નક્કી કરવામાં આવી નથી.