મનોરંજન

જંગલમાં ‘ગોરખધંધા’: ‘પોચર’નું દમદાર ટ્રેલર રિલીઝ

મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ એમઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થનારી ‘Poacher’ નામની એક નવી ક્રાઇમ થ્રીલર ડ્રામા વેબ સિરીઝનું ટ્રેલર (Poacher Trailer) રિલીઝ કરવામાં આવ્યું છે. એમી એવૉર્ડ વિજેતા ફિલ્મ મેકર રિચી મહેતાએ આ સિરીઝની વાર્તા લખવાની સાથે તેને ડિરેક્ટ પણ કરી છે. નિમિષા સજ્જન, રોશન મેથ્યુ સહિત જેવી સુપર ટેલેન્ટેડ કાસ્ટ આ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળે છે. ઓસ્કર વિજેતા પ્રોડક્શન હાઉસ ક્યુસી એન્ટરટેન્મેન્ટ દ્વારા સિરિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આઠ એપિસોડવાળી આ ક્રાઇમ ડ્રામા સિરિઝ સત્ય ઘટના પર આધારિત છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે કેરળના જંગલોમાં હાથીનો શિકાર કરી તેમના હાથી દાંતની દાણચોરીને રોકવા માટે વન રક્ષકની ટીમ, એનજીઓ અને પોલીસ અધિકારીઓએ કેવી રીતે જંગલની મિસ્ટ્રીને સોલ્વ કરે છે તે સિરીઝમાં જોવાની દર્શકોને મજા આવશે એ વાત ચોક્કસ છે.

જંગલોમાં હાથી દાંતની દાણચોરી સાથે જંગલમાં આર્મ્સ (હથિયાર), ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવા અનેક અપરાધો પણ થઈ રહ્યા હોવાનો ખુલાસો સિરીઝની લીડ ટીમ કેવી રીતે કરે છે એના અંગે થોડી હિંટ ટ્રેલરમાં આપવામાં આવી છે.

‘પોચર’નું ટ્રેલર જોઈને એક વાત સમજાઈ છે કે આ સિરીઝ લોકોને દરેક સીનમાં ભરપૂર મનોરંજન પૂરું પાડશે. આ સિરીઝ બાબતે ડિરેક્ટરે કહ્યું હતું કે બધી સ્ટોરીમાં એક નાયક છે અને જ્યારે તમે તેમને મળો છો જે ‘સુપરહીરો’ની જેમ કોઈ કેપ નથી પહેરતા અને તેમ છતાં અપરાધ અને અન્યાયની સામે લડે છે.

‘પોચર’ની આ વાર્તા વન્ય પ્રાણીઓ અને તેમની સાથે થતાં અપરાધને સમર્પિત છે. આ સિરીઝમાં કેવી રીતે બહાદુર ફોરેસ્ટ ઓફિસર પોતાના જીવની પરવા કર્યા વિના કેવી રીતે પ્રાણીઓની જીવ બચાવે છે એ બાબત ને દર્શાવવામાં આવી, હોવાની વાત રચી મહેતાએ કહી હતી.

આ સીરિઝમાં બૉલીવૂડની સ્ટાર અભિનેત્રી અલિયા ભટ્ટે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાઈ છે. સીરિઝના ટ્રેલર લોન્ચને લઈને અલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી હતી. તેણે લખ્યું હતું કે આ પ્રોજેકટનો ભાગ બનવું મારી અને આખી ટીમ માટે ગર્વની વાત છે. 23 ફેબ્રુઆરીએ ભારતની સાથે 240 કરતાં વધુ દેશમાં રિલીઝ થનારી ‘પોચર’ સિરિઝને તમિલ, તેલુગુ, હિન્દી અને અંગ્રેજી ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button