Breakup પછી પોસ્ટ કર્યું અલ્લાહ બસ મૌત દે…Bigg Bossના Ex. Contestantની પોસ્ટથી ફેન્સ ચિંતામાં…
![](/wp-content/uploads/2024/05/Pune-Porsche-Accident-18.jpg)
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસ-16ના વિનર એમસી સ્ટેન (Salman Khan’s Reality Tv Show Bigg Boss-16’s Winner MC Stan)ને લઈને ચિંતામાં મૂકે એવા સમાચાર આવી રહ્યા છે. એમસી સ્ટેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંઈક એવું લખ્યું છે કે ફેન્સના હોંશ ઊડી ગયા છે. આવો જોઈએ આખરે તેણે એવું તે શું લખ્યું છે એ જોઈએ…
વાત જાણે એમ છે કે થોડાક કલાક પહેલાં જ એમસી સ્ટેને એક પોસ્ટ કરી છે જેમાં યા અલ્લાહ બસ મૌત દે દે… સ્ટેનની આ પોસ્ટ જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ફેન્સ રેપરની આ પોસ્ટ જોઈને ચિંતામાં મૂકાઈ ગયા છે અને આ પોસ્ટ જોઈને એવું લાગે છે કે સ્ટેનની જિંદગીમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું.
ફેન્સનું એવું માનવું છે કે સ્ટેન કોઈ તાણમાંથી પસાર થઈ રહ્યો છે અને એને કારણે જ તે આવી પોસ્ટ લખી રહ્યો છે. એટલું જ નહીં યુઝર્સે સ્ટેનને આ મુશ્કેલ સમયમાં હિંમતથી કામ લેવાની સલાહ પણ આવી છે. થોડાક સમય પહેલાં જ સ્ટેને બ્રેકઅપ પર એક પોસ્ટ લખી હતી. સોશિયલ મીડિયા પર સ્ટેને પોતાનું ભ્રેક અપ થયું હોવાની માહિતી પણ શેર કરી હતી.
![](/wp-content/uploads/2024/05/image-81.png)
હવે એ વાત તે બધાને જ ખબર છે કે એમસી સ્ટેન પોતાની ગર્લફ્રેન્ડ બૂબાના પ્રેમમાં પાગલ હતો. સ્ટેન બિગ બોસ-16માં પણ અનેક વખત પોતાની ગર્લફ્રેન્ડ બૂબા અને તેના પ્રેમનો ઉલ્લેખ કરી ચૂક્યો છ અને હવે બૂબા અને સ્ટેનનું બ્રેકઅપ થઈ ગયું છે. બ્રેકઅપના થોડાક સમય બાદ જ એમસી સ્ટેનની આ પોસ્ટ વાંચીને ફેન્સને ઝટકો લાગ્યો છે. લોકોનું એવું માનવું છે સ્ટેન બૂબા વિના નથી રહી શકતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એમસી સ્ટેને ફિલ્મ ફર્રેથી બોલીવૂડમાં પ્લેબેક ડેબ્યુ આપ્યું હતું અને 2018માં તેણે રેપ વર્લ્ડમાં એન્ટ્રી લીધી હતી. તેના રેપ બસ્તી કા હસ્તી, ખુજા મત, એક દિન પ્યાર, હોશ મેં આ, વાટા ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે.