કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાના વિવાદ વચ્ચે કિંજલના ફિયાન્સ ધ્રુવીને શું મૂકી પોસ્ટ ?

અમદાવાદઃ કિંજલ દવેના કુટુંબને ન્યાત બહાર મૂકવાનો વિવાદ વકરી રહ્યો છે. આ દરમિયાન કિંજલના ફિયાન્સ ધ્રુવીને પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. ધ્રુવીન શાહે પોસ્ટ મૂકીને લખ્યું, હું તારી સાથે છું. તેનો આ મેસેજ તે તેના પાર્ટનરને કેટલું સમર્થન આપે છે તે દર્શાવે છે.

કોણ છે ધ્રુવીન શાહ
કિંજલ દવેએ થોડા દિવસ પહેલા બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈ 6 ડિસેમ્બર, 2025ના રોજ થઈ હાવાની વાત સામે આવી હતી. કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા હતા. કિંજલ દવેની સગાઈમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા.
કિંજલ અને ધ્રુવીન ઘણા સમયથી એક બીજાને ડેટ કરતા હતા. ધ્રુવીન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ જોજો એપના ફાઉન્ડર છે.ધ્રુવીન શાહે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2017માં સુપરસ્ટારથી કરી હતી. તે અભિનેતાની સાથે એક બિઝનેસમેન પણ છે. ધ્રુવીને તેની ફિલ્મી એક્ટિંગની તાલીમ ફોરેનથી લીધી હતી. તે એક જાણીતા બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.
ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. 2023માં આ સગાઈ તૂટી ગઈ હતી. જેના બે વર્ષ બાદ એટલે કે 2025માં તેણે ફરી ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી.
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર, 1998ના રોજ પાટણ જિલ્લામાં થયો હતો. વર્ષે 2017માં ચાર ચાર બંગડી વાળી ગીતથી તેને લોકપ્રિયતા મળી હતી. અત્યાર સુધીમાં તેના ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મ્યુઝિક કોન્સર્ટ યોજાયા છે. ઉપરાંત ઘણા મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ કર્યા છે.



