મનોરંજન

નાના પડદાંની આ જાણીતી અભિનેત્રી લડી રહી છે કેન્સર સામે: ઇન્સ્ટાગ્રામ પર કરી ઇમોશનલ પોસ્ટ શેર

મુંબઇ: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક આઘાતજનક સમાચાર આવ્યા છે. નાના પડદાંની જાણીતી અભિનેત્રી ડોલી સોહીને સર્વાયકલ કેન્સર થયો હોવાની જાણકારી તેણે જાતે પોતાના ફેન્સને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. પાછલાં 6-7 મહિનાથી તેણે કેન્સરના લક્ષણોને નજર અંદાજ કર્યા હતાં. પણ જ્યારે તે ડોક્ટર પાસે ગઇ અને રિપોર્ટ્સ સામે આવ્યા ત્યારે માત્ર તેના પગ નીચેથી જમીન સરકી ગઇ એમ તેણે તેના ઇન્સ્ટા પોસ્ટમાં જણાવ્યું છે. ડોલીએ તેના ચાહકો સાથે આ ન્યૂઝ શેર કરતાં તેમને પ્રેરણા પણ આપી છે. જે રીતે તે આ બિમારી સામે લડી રહી છે. એ જોઇને અનેક ચાહકોએ તેની હિંમતને દાદ આપી છે.

ડોલીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેણે ટાલ કરાવી છે તે દેખાઇ રહ્યું છે. તેણે તેના કેન્સરનો ટેસ્ટ અને પ્રવાસની વાતો પણ શેર કરી છે. શરુઆતમાં ખૂબ જ દુ:ખ થયું છતાં તેણે તેની બિમારીની વાત ફેન્સ સાથે શેર કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તે બીજી કીમો થેરાપીની તૈયારી કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું.


અભિનેત્રીએ જણાવ્યું કે, 6 થી 7 મહિના પહેલાંથી જ તેને લક્ષણો દેખાઇ રહ્યાં હતાં. પણ આ લક્ષણોની જાણકારી ન હોવાથી તેની તરફ બહુ ધ્યાન અપાયું નહતું. જે સનયે દુ:ખાવો અસહ્ય થયો તે વખતે ડોલી તેના ગાયનોકોલોજિસ્ટ પાસે ગઇ અને કેટલાકં ટેસ્ટ કરવામાં આવ્યા. ટેસ્ટ બાદ તેને સર્વાઇક એટલે કે ગર્ભાશયનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.


સ્ટ્રોંગ રહેવા સિવાય ડોલી પાસે બીજો કોઇ જ રસ્તો નથી તેમ તેણે જણાવ્યું હતું. જો એ સ્ટ્રોંગ નહીં હોય તો ટ્રીટમેન્ટ દરમીયાન તેને વધુ તકલીફ થઇ શકે છે. તેથી જ તેણે આ વાત તેના ફેન્સ સાથે શેર કરી છે એમ તેણે કહ્યું. ડોલીએ તેના એક ઇન્ટર્વ્યુમાં ક્હયું કે જ્યારે કેન્સરની વાત તેની 14 વર્ષની દિકરીને કહેવાની હતી ત્યારે તે કેટલું મૂશ્કેલ હતું એ અંગે પણ વાત કરી હતી.


ડોલીને કહ્યું કે, શરુઆતનો સમય ખૂબ જ મૂશ્કેલ હતો. કોઇની સાથે વાત કરવાની પણ ઇચ્છા થતી નહતી. પણ પછી ધીરે ધીરે મેં મારી જાતને સંભાળી અને બધા સાથે આ વાત શેર કરી. હવે તે ખૂબ જ ઉત્સાહ અને સારું લાગી રહ્યું છે એમ પણ ડોલીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત