મનોરંજન

‘મોત’ની અફવા ફેલાવ્યા બાદ હવે પૂનમ પાંડે પહેલી વાર આ અંદાજમાં જોવા મળી

મુંબઈ: થોડા દિવસ પહેલા પૂનમ પાંડેએ સર્વાઇકલ કેન્સરના કારણે તેનું ‘મૃત્યુ’ થયું હોવાનો ડ્રામા કર્યો અને સમાચારોમાં છવાઇ હતી. મૃત્યુના આ ડ્રામા બાદ તે પહેલી જ વખત જાહેરમાં દેખાઇ છે. પૂનમ પાંડે એક મંદિરની બહાર જોવા મળી ત્યારે કચકડે કંડેરાઇ ગઇ હતી.

મુંબઈના એક જાણીતા મંદિરમાં અંદર જઇને ભગવાનના દર્શન કરવા ગઇ હતી ત્યારનો તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તે પિંક અને યલ્લો ડ્રેસમાં મંદિરમાં જઇને ભગવાનને નમન કરતી દેખાય છે. ભગવાનના દર્શન કર્યા બાદ તે પોતાના બોડીગાર્ડ સાથે બહાર આવી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી અને તેની તસવીરો લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બીજી ફેબ્રુઆરીએ પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ ઉપર તે સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ પામી હોવાની પોસ્ટ મૂકવામાં આવી હતી. જ્યારબાદ તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. આટલી નાની ઉંમરમાં સેલિબ્રિટી મૃત્યુ પામી હોવાના સમાચારના કારણે દરેક અખબારો અને સમાચાર વેબસાઇટ્સ ઉપર પણ આ સમાચારે ખળભળાટ મચાવ્યો હતો.

જોકે, ત્યારબાદ બીજા જ દિવસે પૂનમ પાંડેએ પોતાનો વીડિયો પોતાના એકાઉન્ટ ઉપર મૂક્યો હતો અને પોતે જીવતી હોવાનું જણાવ્યું હતું. સર્વાઇકલ કેન્સરના કારણે તેના મૃત્યુના સમાચાર ફેલાવવાનો હેતુ ફક્ત સર્વાઇકલ કેન્સર વિશે જાગરૂકતા ફેલાવવાનો હોવાનું પણ તેણે પોસ્ટમાં જણાવ્યું હતું.

આવા વિચિત્ર પ્રકારે જાગરૂકતા ફેલાવવાનો પૂનમનો આઇડિયા અમુક લોકોએ વખાણ્યો હતો, તો અનેક લોકોએ પૂનમની આ હરકતની ટીકા પણ કરી હતી. અમુક લોકોએ ફક્ત પબ્લિસિટી મેળવવા માટે અને લાઇમલાઇટમાં આવવા માટે આ ગતકડું કર્યું હોવાનો આરોપ પણ પૂનમ ઉપર મૂક્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button