મુંબઈ: પોતાના મૃત્યું અંગે સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકીને મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુશ્કેલીમાં ફસાઈ છે. સેલિબ્રિટીઓ, ડોકટરો, સામાજિક કાર્યકર્તાઓ અને રાજકારણીઓ પૂનમ સામે પગલા લેવાની માંગ કરી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના વિધાન પરિસદના સભ્ય સત્યજીત તાંબેએ માંગ કરી હતી કે મુંબઈ પોલીસ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ પૂનમ પાંડે સામે કાર્યવાહી કરે.
સત્યજીત તાંબે મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ કાઉન્સિલના સ્વતંત્ર સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે પૂનમ પાંડે સામે કેસ નોંધવો જોઈએ, જેથી ફેમસ થવા માટે આવા પબ્લિસિટીમાં સ્ટંટ કરવા વાળાને બોધપાઠ મળે.
શુક્રવારે પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પર તેનું મૃત્યુના થયું હોવાના સમાચાર આપતી એક પોસ્ટ તેની ટીમ દ્વારા શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમનું મૃત્યુ થયું છે. જો કે, આ મૃત્યુના સમાચાર ખોટા સાબિત થયા, બીજા દિવસે પૂનમે વિડીયો પોતે વિડીયો શેર કરતા આ મામલો પબ્લિસિટી સ્ટંટ હોવાનું ખુલ્યું હતું સત્યજીત તાંબેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂનમ પાંડે સામે પગલાં લેવા જોઈએ કારણ કે તેણે ખોટી અથવા ગેરમાર્ગે દોરતી પોસ્ટ બનાવી અને પબ્લીશ કરી.
સર્વાઇકલ કેન્સરથી મૃત્યુના સમાચાર, આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ હોઈ શકે નહીં. સમગ્ર મામલો સર્વાઇકલ કેન્સર જેવી બીમારીને હળવાશથી લે છે અને લોકોનું ધ્યાન ઇન્ફ્લુએન્સર તરફ દોરવાનો પ્રયાસ છે. જાગરૂકતા ફેલાવવાને બદલે કેન્સર સર્વાઈવર્સની મજાક ઉડાવી છે. ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પણ પૂનમ પાંડેના આ પગલાની ટીકા કરી અને તેની સામે એફઆઈઆરની માંગ કરી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને