Poonam Pandeyએ કહ્યું મારું કામ આવડતમાં, નહીં કે કપડામાં, કેમ?
મુંબઈઃ બોલ્ડ અભિનેત્રીની યાદીમાં એક કરતા અનેક મોડલ અને અભિનેત્રીના નામ લેવામાં આવે છે, પરંતુ પૂનમ પાંડેનું નામ કદાચ લઈ શકાય. વાસ્તવમાં પૂનમ પાંડેને કોઈ ઓળખ આપવાની જરુરિયાત નથી. પૂનમ પાંડેના દેશ અને દુનિયામાં તેના ઘણા ચાહકો છે, જેઓ તેના વીડિયોની આતુરતાથી રાહ જુએ છે. થોડા સમય પૂર્વે બી-ટાઉનની દુનિયાથી ગાયબ થયા બાદ પૂનમ પાંડેએ હવે સોશિયલ મીડિયા અને યુટ્યુબ વીડિયોમાં ફરી જોવા મળી છે.
સોશિયલ મીડિયાના મોટા ઇન્ફ્લ્યુઅન્સર અને યૂટ્યુબર્સ સાથે મળીને વીડિયો બનાવી રહી છે. હાલમાં તે સમય રૈનાના શો ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળી હતી. પૂનમ પાંડેએ યૂટ્યુબર નિક સાથે મળીને એક વીડિયો બનાવ્યો છે, જેમાં પૂનમે નોકરાણીની ભૂમિકા ભજવી છે. આ વીડિયો દ્વારા પૂનમ પાંડેએ મોડર્ન યુવતીઓને એક મોટી શીખ પણ આપી છે.
વીડિયોમાં યુટ્યુબર નિક તેના પાર્ટનરને શોર્ટ સ્કર્ટની જગ્યાએ પેન્ટ પહેરીને ઓફિસ જવા માટે જણાવે છે, જેથી તેને ઠંડી નહીં લાગે. આ સાંભળીને તેની પાર્ટનર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તને ઠંડીથી નહીં પણ મારા શોર્ટ સ્કર્ટથી સમસ્યા છે અને તારી વિચારસરણી સ્કર્ટ કરતા પણ ટૂંકી છે, મારું કામ મારી આવડત છે કપડાં નહીં. બીજી તરફ, પૂનમ પાંડે સાડી પહેરીને ઘરનું કામ કરી રહી હતી અને તેના માલિક અને તેની પત્ની વચ્ચેની દલીલ સાંભળતી હતી.
જ્યારે નિકની પત્ની ઓફિસથી પરત આવે છે, ત્યારે ઘરનું દ્રશ્ય જોઈને તેની આંખો પહોળી થઈ જાય છે. તે જુએ છે કે ઘરની નોકરાણી, ટૂંકા વસ્ત્રોમાં સજ્જ નાસ્તો લઈને તેના પતિને પ્રેમથી તેના હાથે સમોસા ખવડાવે છે.
આ પણ વાંચો : ‘મોત’ની અફવા ફેલાવ્યા બાદ હવે પૂનમ પાંડે પહેલી વાર આ અંદાજમાં જોવા મળી
આ જોઈને નિકની પત્ની પૂનમ પાંડે પર ગુસ્સે થઇને કહે છે, “તમે શું પહેર્યું છે? આવા કપડાં પહેરીને કોણ કામ પર આવે છે?” આના પર પૂનમ પાંડે જવાબ આપે છે, “મેડમ, મારું કામ મારા કપડાંમાં નહીં, મારી કુશળતામાં છે.” આ સાંભળીને નિકની પત્નીને તેના પતિની વાત સમજાય છે અને વીડિયો એક સારા સંદેશ સાથે પૂરો થાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧ કરોડથી વધુ લોકોએ તેને જોયો છે અને લગભગ ૧૩ લાખ લોકોએ તેને લાઈક કર્યો છે.