પૂજા હેગડેએ વરુણ ધવન સાથે નદીમાં ઝંપલાવ્યું, જુઓ વાઈરલ વીડિયો…

બોલિવૂડના હાર્ટથ્રોબ વરુણ ધવન અને પેન-ઇન્ડિયા સેન્સેશન સ્ટાર પૂજા હેગડે ડેવિડ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં એન્ટરટેઈન કરવા માટે તૈયાર છે ત્યારે આ જોડી તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મના એક મહત્વપૂર્ણ દ્રશ્યનું શૂટિંગ કરવા 3 દિવસ માટે ઉત્તરાખંડના ઋષિકેશ ગયા હતા. જોકે, એનાથી વિપરીત વરુણ ધવન અને પૂજા હેગડેએ એક પરાક્રમ કરતા બંને ચર્ચામાં આવ્યા છે.
વરુણ ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વરુણ અને પૂજા નદીમાં છંલાગ લગાવી હતી. રિવર-રાફ્ટિંગના શૂટ માટે જતા પહેલા બંનેએ શહેરના પરમાર્થ નિકેતન આશ્રમમાં ગંગા આરતી કરી હતી. જેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
વરુણ ધવને વીડિયો શેર કરીને મજાનું કેપ્શન આપ્યું હતું. વરુણે લખ્યું હતું કે જબ લાઈફ આપકો પાની મેં કૂદને કા મૌકા દે તો ઝિઝક મત કરો. આ પોસ્ટને લાખો લોકોએ લાઈક આપી હતી, જ્યારે હજારો લોકોએ જવાબ પણ આપ્યો હતો. ઋષિકેશની મુલાકાત વખતે બંનેએ વર્લ્ડ ફોરેસ્ટ ડે નિમિત્તે રુદ્રાક્ષનો છોડ પણ વાવ્યો હતો.
અહીં એ જણાવવાનું કે દિગ્ગજ ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત હે જવાની તો ઇશ્ક હોના હૈમાં મૃણાલ ઠાકુર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. રમેશ તૌરાની પ્રોડક્શનની આ ફિલ્મમાં ચાહકો આ જોડીની કેમેસ્ટ્રી જોવા માટે ઉત્સુક છે.
વરુણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફરી એકવાર જાહ્નવી કપૂર સાથે સન્ની સંસ્કારી કી તુલસી કુમારીમાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ આ વર્ષે 18 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતાઓએ હવે રિલીઝ તારીખ 12 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.
આ પણ વાંચો : બધાઈ હો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી એક નન્હીં પરી…
શશાંક ખેતાન દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, મનીષ પોલ અને અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે. હૈ જવાની તો ઈશ્ક હોના હૈ અને સની સંસ્કારી કી તુલસી કુમારી ઉપરાંત વરુણ ‘બોર્ડર 2’ અને ‘નો એન્ટ્રી 2’માં કામ કરી રહ્યો છે. બીજી બાજુ, પૂજા હેગડે પણ આખું વર્ષ અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તેની લાઇનઅપમાં દક્ષિણ ભારતીય ફિલ્મો સૂર્યાની રેટ્રો અને થલાપથી અભિનીત ફિલ્મ જાના નાયગનનો સમાવેશ થાય છે.