મનોરંજન

સૈફના હુમલાને નાટક કહેનારાઓને પૂજા ભટ્ટનો જડબાતોબ જવાબઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું

સૈફ અલી ખાનના ઘરે 16મી જાન્યુઆરીની ઘટનાએ છેલ્લા બે-ત્રણ દિવસથી નવો જ વળાંક લીધો છે. પાંચ દિવસ બાદ લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવી બહાર નીકળતા સમયે સૈફની ફીટનેસ અને પ્લીઝન્ટ લૂક જોઈ મહારાષ્ટ્રના શાસક પક્ષના બે નેતાઓએ હુમલા મામલે શંકા વ્યક્ત કરી છે. શિંદેજૂથના સંજય નિરુપમ અને ભાજપના પ્રધાન નિતેશ રાણેએ ખરેખર હુમલો થયો કે નાટક કે પછી કંઈક કાચું રંધાયું હોવા તરફ ઈશારો કર્યો છે ત્યારે અભિનેત્રી પૂજા ભટ્ટે તેમને ઝાટક્યા છે.

પૂજાએ નામ લીધા વિના કહ્યું તે કે જે રીતે સૈફ પર હુમલો થયો અને તેના જે અહેવાલો આવ્યા તે જોતા સૌને એ હતું કે સૈફ ખૂબ જ પીડામાં હશે અને હૉસ્પિટલમાંથી વ્હીલચેરમાં બહાર આવશે, પરંતુ એમ ન થતા સૈફ ઘણો જ કમ્ફર્ટેબલી બહાર આવ્યો અને લોકો ટીકા કરવા માંડ્યા. પણ તેમની ટીકા કરનારા એ ભૂલી ગયા કે પાંચ દિવસ પહેલા આ સૈફની આ જ હિંમત અને તાકાતના તમે ભરી ભરીને વખાણ કર્યા હતા. આ એ જ સૈફ છે જેના પર જીવલેણ હુમલો થયો હતો અને તે લોહીથી લથબથ ઘરની બહાર નીકળી, પોતાની રીતે રીક્ષા પકડી હૉસ્પિટલ પહોંચ્યો હતો અને પોતે જ સ્ટ્રેચર બોલાવી દાખલ થયો હતો. તે સમયે તેણે જે હિંમત બતાવી તે જોતા હૉસ્પિટલમાં ઈલાજ બાદ આ રીતે બહાર નીકળવું કંઈ આશ્ચર્ય પમાડે તેમ નથી.

સૈફ લ્હાઈટ શર્ટ અને ડેનિમ જીન્સમાં ગોગલ્સ સાથે બહાર આવ્યો હતો અને સેલિબ્રિટી માફક તેણે પાપારાઝીઓનું અભિવાદન કર્યું હતું. તેને જોઈને તે આટલો જખ્મી હોવાનું માલૂમ પડતું ન હતું.

આ પણ વાંચો…લાલ જોડામાં દુલ્હન જેવી લાગતી રશ્મિકા લંગડાતા આવી સ્ટેજ પર, પણ ફેન્સને તો વિકી ગમી ગયો, કેમ?

જોકે મહારાષ્ટ્રમાં રાજકીય સ્તરે પણ આ ચર્ચા થઈ રહી છે અને તેના પર ખરેખર હુમલો થયો કે પછી કઈ તરકટ છે તેવા સવાલો થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button