મનોરંજન

અક્ષય અને ટાઈગર ને જોવા ઉમટેલા ચાહકો પર લાઠીચાર્જ, લોકોએ જૂતાં-ચપ્પલ ફેંક્યા, જુઓ વિડીયો

અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી એક્શન ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રચાર માટે ગઈ કાલે ઉત્તર પ્રદેશના લખનઉ પહોંચ્યા હતા. એક્ટર્સને નજીકથી જોવા માટે સોમવારે શહેરના ઘંટાઘર ખાતે મોટી સંખ્યમાં ચાહકો એકઠા થયા હતા. બેરિકેડિંગ ઓળંગીને અંદર જવા માટે લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ત્યારબાદ પોલીસે લોકોને કાબૂમાં લેવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. લોકોએ મંચ પર જૂતા-ચપ્પલ પણ ફેંક્યા હતા.

ગુસ્સે ભરાયેલા ચાહકોએ પોલીસકર્મીઓ અને સ્ટેજ તરફ પથ્થરમારો શરૂ કર્યો હતો. ઘણા લોકોએ જૂતા અને ચપ્પલ પણ ફેંક્યા. ભીડને કાબુમાં લેવામાં પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. સદનસીબે, કલાકારો કે પ્રેક્ષકોમાંથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.


અહેવાલો મુજબ હોબાળા અને નાસભાગ જોઈને અભિનેતા અને ફિલ્મની ટીમે પહેલા પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો. જો કે, થોડીવારમાં પોલીસ અને ફિલ્મની ટીમ સાથે આવેલા બાઉન્સરોએ લોકોને કાબુમાં લેવાના પ્રયાસ શરુ કર્યા હતા. ત્યાર બાદ અક્ષય કુમારે માઈક પર કહ્યું કે – હું તમને બધાને વિનંતી કરું છું, પોતાનું ધ્યાન રાખો, મહિલાઓ અને બાળકો પણ છે, તેમનું ધ્યાન રાખો. હું તમને બધાને મળવા આવ્યો છું. ત્યાર બાદ લોકો શાંત થયા હતા.


અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ક્લોક ટાવર સાથે 50-60 ફૂટની ઊંચાઈ પર બંધાયેલા તાર પર લટકીને લગભગ 100 મીટર દૂર સ્ટેજ પર ઉતર્યા હતા.


અહેવાલો મુજબ કલાકારોના આગમનનો સમય બપોરે 3:30 વાગ્યાનો હતો. તેમને જોવા માટે બપોરે 2 વાગ્યાથી જ ચાહકો એકત્ર થવા લાગ્યા હતા. બેથી અઢી કલાકની રાહ જોયા બાદ સાંજે 4.40ની આસપાસ જ્યારે અક્ષય અને ટાઈગર પહોંચ્યા તો બંનેને જોતાની સાથે જ ભીડ બેકાબુ થવા લાગી. ત્યારબાદ કલાકારોએ ભીડમાં ટી-શર્ટ વહેંચવાનું શરૂ કર્યું. એક તરફ ઉભેલા લોકો ટી-શર્ટ લઈ રહ્યા હતા તો બીજી તરફ લોકો બેકાબૂ રીતે કલાકારો તરફ આગળ વધવા લાગ્યા.


ગાર્ડએ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ભીડ કાબૂ બહાર જતી રહી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, રેપિડ એક્શન ફોર્સ (RAF)એ લાઠીચાર્જ શરૂ કર્યો. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી, આ દરમિયાન ભીડમાં હાજર લોકોએ સ્ટેજ પર જૂતાં અને ચપ્પલ ફેંકવાનું શરૂ કરી દીધું હતું.


આ જોઈને ખાનગી સુરક્ષાકર્મીઓ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને સ્ટેજની પાછળ સુરક્ષિત લઈ ગયા. થોડી વાર પછી વાતાવરણ શાંત થયું અને પછી બંને કલાકારો સ્ટેજ પર આવ્યા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker