મુંબઈ: જાણીતી મોડલ તાન્યા સિંહના મોતનો મુદ્દો હજી સુધી મિસ્ટ્રી જ બનીને રહ્યો છે, જેમાં ભારતના ક્રિકેટર અભિષેક શર્મા સાથે તાન્યા રિલેશનમાં સાથી, જોકે તેમનું બ્રેકઅપ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી? કે પછી તેના પરિવારના લગ્નના દબાણ લીધે તેણે આવું પગલું ભર્યું? એ બાબતનો જવાબ શોધવા પોલીસ તપાસ કરી રહી છે.
જોકે તાન્યાના મોતની તપાસમાં કોઈપણ સ્યૂસાઈડની નોટ નહીં મળતા પુરાવાના નામે પોલીસ પાસે માત્ર તેનો મોબાઇલ ફોન છે. જોકે આ કેસમાં હવે તાન્યાની એક મિત્રએ એવો ખુલાસો કર્યો છે, જે આ કેસને ઉકેલવા પોલીસની મદદ કરી શકે છે.
18 ફેબ્રુઆરીની રાતે પોતાના રૂમમાં ગળેફાંસો લગાવીને તાન્યાએ અંતિમ પગલું ભર્યું હતું. આ કેસની તપાસ દરમિયાન પોલીસને તાન્યા અને ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે થયેલા અનેક મેસેજ મળ્યા હતા તેમ જ તાન્યાએ આત્મહત્યા કરવા પહેલા ત્રણ લોકો સાથે વાત કરી હોવાનો ખુલાસો થયો હતો.
તાન્યાએ આત્મહત્યા કરવા પહેલા તેણે લંડનમાં રહેતી તેની એક દોસ્ત સાથે, તે પછી તેના એક કેનેડામાં રહેલા ભાઈ સાથે અને તે બાદ સુરતમાં રહેતી તેની મેનેજર સાથે પણ વાત કરી હતી. તાન્યાએ તેની દોસ્ત સાથે ફોન પર વાત કરતી વખતે એક જીદને લીધે ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેને બ્રેકઅપ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.
પોલીસને જાણવા મળ્યું હતું કે તાન્યા કેનેડામાં તેના ભાઈ સાથે અનેક વખત વાત કરતી હતી. તેમ જ લંડનમાં રહેતી દોસ્ત સાથે તાન્યા દિવસમાં આઠથી 10 વખત વાત કરતી હતી. તાન્યાની આ ફ્રેન્ડે તાન્યા અભિષેક સાથે બ્રેક-અપને લઈને વાત કરતી હતી અને કઈ રીતે તેના પરિવાર લગ્ન કરવા માટે તેના પર દબાણ કરી રહ્યા હતા, આ બધી વાતનો ખુલાસો કર્યો હતો.
એક અહેવાલ મુજબ અભિષેક અને તાન્યા એક વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા, પણ લંડલથી આવ્યા બાદ તાન્યાએ અભિષેક સાથે બ્રેક-અપ કર્યું હતું. અભિષેક સાથે બ્રેક-અપ બાદ તાન્યાને ખૂબ જ પસ્તાવો થયો હતો અને તે આ બ્રેક-અપ માટે પોતાને જ દોષ આપી રહી હતી.
સૂત્રોએ માહિતી આપી હતી કે અભિષેક અને તાન્યા વચ્ચે છેલ્લા છ મહિનાથી કોઈપણ વાતચીત થઈ નહોતી. તેમ છતાં આ સમયમાં તાન્યા અભિષેક સાથે વાત કરવાનો સતત પ્રયત્ન કરી રહી હતી. જેથી હવે તાન્યાના ફોનમાથી પોલીસને શું પુરાવા મળે છે એ બાબતનો ખુલાસો થવાનો હજી બાકી છે.
Taboola Feed