સૈફ અલી ખાનના હુમલા મામલે ચોંકાવનારા સમાચારઃ પોલીસે ખોટા માણસને આરોપી માની પકડી લીધો?

મુંબઇઃ સૈફ અલી ખાન હુમલા કેસમાં સતત નવા અપડેટ આવી રહ્યા છે. સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે પોતાના ઘરે પરત ફર્યો છે, પરંતુ આ કેસમાં આરોપી અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સેફના ઘરમાં ઘૂસેલો શખ્સ અને પોલીસના હાથે ઝડપાયેલો શખ્સ અલગ છે.
આ કેસમાં પોલીસે થાણેથી આરોપી મોહમ્મ્દ શરૂફુલ ઇસ્લામ શહજાદની થાણેથી ધરપકડ કરી હતી. હવે આરોપીના વકીલે એવો દાવો કર્યો છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતો આરોપી અને ધરપકડ કરાયેલો આરોપી અલગ છે. બંનેના દેખાવમાં ફરક છે.
એક જાણીતી ફોરેન્સિક કંપનીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પકડાયેલો આરોપી શરીફુલ અને બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ અલગ છે. બંનેના ફોટામાં ઘણો તફાવત છે. બંનેના આંખ, ભમર, નાક, હોઠ અને શરીરનું કદ અલગ છે.
આ પણ વાંચો…કપિલ શર્મા, રાજપાલ યાદવ સહિત ચારને મારી નાખવાની ધમકીઃ જાણો વિગતો
જોકે, કેટલાક ફોરેન્સિક એક્સપર્ટ એમ પણ જણાવે છે કે બંને ફોટા અલગ અલગ છે. ફોટામાં લાઇટિંગ, પ્રોફાઇલ અને એન્ગલથી પણ ઘણો ફરક પડે છે. ઉપરાંત હેરકટને કારણે પણ ચહેરો બદલાઇ જાય છે. હેરલાઇન, આંખ, નાક, ચિન દરેક વસ્તુની સોફ્ટવેર દ્વારા ડિજિટલ સરખામણી કરવામાં આવે છે. તેથી હાલમાં કંઇ પણ કહેવું વહેલું ગણાશે. પણ આ મામલામાં સૈફના ઘરના નજરે જોનાર લોકો (સૈફ, ઘરની નોકરાણી) આરોપીને ઓળખી બતાવે અને નિવેદન આપે તે મહત્વનું રહેશે.