PM Modi એ ફિલ્મ ‘The Sabarmati Report’ નિહાળી, નિર્માતાઓની પ્રશંસા કરી

નવી દિલ્હી : ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં લાગેલી આગની ઘટના પર આધારિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)નિહાળી હતી. સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મનું સ્પેશયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ NDAના સાથી સાંસદો સાથે ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા અને ફિલ્મ જોઈ હતી. સંસદમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો પણ તેમની સાથે જોડાયા હતા.
પીએમ મોદીએ ફિલ્મ વિશે પ્રતિક્રિયા આપી
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોયા બાદ પીએમ મોદીએ તેના નિર્માતાઓની પ્રશંસા કરી . તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું છે કે તે NDAના સાથી સાંસદો સાથે ‘ધ સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. હું ફિલ્મના નિર્માતાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું.
Also read: સાબરમતી રિપોર્ટનો બૉક્સ ઓફિસ રિપોર્ટ નેગેટીવ, ચાર દિવસમાં આટલી કમાણી
ગોધરામાં ટ્રેન સળગવાની ઘટના પર આધારિત ફિલ્મ
અભિનેતા વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના અભિનીત આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં ટ્રેન સળગવાની ઘટના પર આધારિત છે. આ દુર્ઘટનામા 59 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. તે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
પીએમ મોદીએ વખાણ કર્યા હતા
ગયા મહિને ફિલ્મ રિલીઝ થયા બાદ પીએમ મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તથ્યો બહાર આવે તે પહેલા ખોટી વાતો મર્યાદિત સમય માટે જ ચાલી શકે છે. ફિલ્મની રિલીઝ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે સારી વાત છે કે હવે સત્ય બહાર આવી રહ્યું છે જેને સામાન્ય લોકો પણ જોઈ શકે છે. ખોટી વાતો થોડા સમય માટે જ ચાલે છે અને અંતે હકીકત બહાર આવે છે.
Also read: ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મની રિલીઝ ડેટ આ કારણે પોસ્ટપોન્ડ
ઘણા રાજ્યોમાં ફિલ્મ ટેક્સ ફ્રી
આ ફિલ્મને હરિયાણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે.