કેવી રહી કપૂર પરિવાર અને મોદીજીની મુલાકાતઃ કરિનાને શું કહ્યું વડા પ્રધાને
મુંબઈઃ શૉ મેન તરીકે ઓળખાતા અને હિન્દી સિનેમાને વિશ્વ ફલક પર લઈ જનારા અભિનેતા,નિર્માતા-નિર્દેશક રાજ કપૂરની 100મી જન્મજયંતીને અલગ રીતે જ ઉજવવાનો નિર્ણય કપૂર પરિવારે લીધો છે. આ નિમિત્તે આખો પરિવાર બુધવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો ત્યારે તેમની મુલાકાતના અમુક રસપ્રદ કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.
વડા પ્રધાન સાથે વાત કરતા રણબીર કપૂરે તેમને કહ્યું કે તમને મળતા પહેલા અમે ઘણા નર્વસ હતા અને તમને શું કહીને સંબોધવા તેઅમને સમજાતું ન હતું. વડા પ્રધાને તેમને કહ્યું કે હું તમારા પરિવારનો જ છું અને તમે મને ગમે તે કહી સંબોધી શકો છો. ત્યારબાદ રણબીરની ફઈ રીમા કપૂરે હિન્દીમાં બોલવાની કોશિશ કરી, પરંતુ તે અટક્યા એટલ મોદીએ ફિલ્મી સ્ટાઈલમાં કટ કહ્યું. વડા પ્રધાનની આ રમૂજથી બધા હસી પડ્યા.
Also read: કરિના કપૂર અને અર્જૂન કપૂર આખી રાત રહ્યા મલાઈકા સાથે
કરિના-સૈફે જ્યારે વડા પ્રધાન સાથે વાત કરી ત્યારે વડા પ્રધાને તેમને કહ્યું કે તારા પિતાને હું મળ્યો છું અને મારી ઈચ્છા હતી કે તમારી ત્રીજી પેઢી એટલે કે તૈમૂર અને જેહને પણ મળું. તમે તેમને લઈને કેમ ન આવ્યા. કરિનાએ કહ્યું કે અમારી પણ ઈચ્છા હતી, પરંતુ અમુક કારણોસર તે શક્ય બન્યું નહીં. કરિનાએ ત્યારબાદ જેહ અને તૈમૂર માટે મોદીના ઓટોગ્રાફ લીધા હતા.
રાજ કપૂરની 100મી જન્મજયંતી નિમિત્તે તેમની ફિલ્મો પણ રૂ. 100 દર્શાવવામાં આવશે. તેમની ખૂબ જ જાણીતી ફિલ્મો, આગ, આવારા, શ્રી 420, જીસ દેશ મે ગંગા બહેતી હૈ વગેરેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.