Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાના સૂપરડુપર હિટ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ સિવાય બિગ બી 81 વર્ષની ઉંમરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ડે ટુ ડેની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતા હોય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેબીસીનો એક પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પ્રખ્યાત આમિર ખાન (Amir Khan) શો પર પહોંચ્યો છે અને તેણે બિગ બીને તેમના જ પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)ને લઈને એવો પર્સનલ સવાલ પૂછ્યો હતો કે જે સાંભળીને ખુદ બિગ બી ચોંકી ઉઠ્યા હતા. ચાલો જોઈએ આખરે એવું તે શું પૂછી લીધું આમિરે કે બિગ બીએ આપેલું રીએકશન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મહિનામાં બિગ બીનો બર્થડે આવી રહ્યો છે અને તેઓ 82 વર્ષના થઈ જશે. દરમિયાન સોની ટીવી દ્વારા શોનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં આમિર ખાન બિગ બીને કહે છે કે મારી પાસે તમારા માટે એક મહત્વનો અને સુપર સવાલ છે. આ સાંભળીને બિગ બી પણ કહે છે કે હા હા…પૂછો… અને આમિર પૂછે છે કે એવો કયો હીરો છે કે જેમની સાથે જયાજીને જોઈને તમને ઈર્ષ્યા થતી હતી કે તમને નહોતું ગમતું… આમિરનો આ સવાલ સાંભળીને બિગ બી ચમકી ગયા ને તેઓ આમિરને જોતા જ રહ્યા…
હવે આમિરના આ સવાલનો જવાબ બિગ બી આપે છે કે નહીં અને બિગ બી કોનું નામ લે છે એ જાણવા તો કેબીસીનો આ એપિસોડ જોવો પડશે, જે 11મી ઓકટોબરના બિગ બીના બર્થડે પર જ આવશે.
આ વીડિયો શેર કરતા ચેનલે કેપ્શનમાં લખ્યું હતું કે આમિર ખાને મેગાસ્ટારના બર્થડે પર પર કેટલીક જૂની યાદોને વાગોળી…
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ આ શોનો એક બીજો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં આમિર અને જુનૈદે કહ્યું હતું કે તેઓ બિગ બીને તેમના જન્મદિવસ પર KBCના સેટ પર સરપ્રાઈઝ કરશે. આ વીડિયોમાં આમિર ખાન પોતાની વેનિટી વેનમાંથી બહાર આવીને સેટમાં એન્ટર થયો હતો અને કેમેરા જોઈને આમિરે કહ્યું હતું કે Ssssh, અમિત જીને ખબર ન હોવી જોઈએ કે અમે આજે શો પર આવ્યા છીએ. કોઈ એમને કહેશો નહીં…
બિગ બીનો આ બર્થડે સ્પેશિયલ એપિસોડ તો જોવો જ પડશે કે આખરે કોણ છે એ હીરો કે જેમની સાથે પત્ની જયાને જોઇને અમિતાભ બચ્ચનને ઈર્ષ્યા થતી હતી…
Also Read –