મનોરંજન

આ રીતે બર્થ-ડે સેલિબ્રેટ કરવા માટે લોકોએ કર્યા ટાઈગર શ્રોફના વખાણ, જુઓ વીડિયો

જામનગર: બૉલીવૂડના સ્ટાર ટાઈગર શ્રોફે (Tigar Shroff) આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ટાઈગર શ્રોફના જન્મદિવસે તેના મિત્રો અક્ષય કુમાર અને દિશા પાટની સાથે અનેક સેલેબ્રિટીઝે તેને શુભેચ્છા પાઠવી હતી. જોકે ટાઈગરે પોતાનો બર્થડે જે જગ્યાએ ઉજવ્યો હતો તેને જોઈને તેના ચાહકો સાથે લોકોએ પણ વખાણ કર્યા હતા.

તાજેતરમાં આખું બૉલીવૂડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે જામનગર પહોંચ્યું છે. આ સાથે ટાઈગર શ્રોફ પણ મુંબઈથી જામનગર જવા નીકળ્યો હતો. આ દરમિયાન એરપોર્ટ પર ટાઈગરની મુલાકાત તેના બેસ્ટ ફ્રેન્ડ શ્રદ્ધા કપૂર સાથે થઈ હતી અને બંને એકબીજાને ભેટી પડ્યા હતા. ટાઈગરે બ્લેક ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં પોતાના કીલર લૂકથી લોકોનું દિલ જીતી લીધું હતું.



ટાઈગઇ શ્રોફ અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યો હતો. આજે ટાઈગરનો બર્થ-ડે હોવાથી તેણે મુંબઈ અને જામનગરના એરપોર્ટ પર જ પાપારાઝી સાથે કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું. આ સાથે જ્યારે ટાઈગર જામનગર એરપોર્ટ પર હતો તે દરમિયાન તેની ભેટ શ્રદ્ધા કપૂર સાથે થઈ હતી. આ દરમિયાન બંને અકબીજાને ગળે મળીને ભેટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button