મનોરંજન

criminal justice-4: કોણે કરી હતી રોશની સલુજાની હત્યા? મર્ડર મિસ્ટ્રી કેવી લાગી ઓડિયન્સને

ઓટીટી પ્લેટફોર્મ પર મર્ડર મિસ્ટ્રીની ભરમાર હોય છે, આથી લોકોને કંઈક હટકે જોવું ગમે છે. માત્ર મર્ડર, એબ્યુઝિવ લેંગ્વેજ, સેક્સ્યુઅલ કન્ટેન્ટને લીધે લોકો હવે ગ્રામ્ય જીવન પર આધારિત કે પારિવારિક ઓટીટી સિરિઝ જોવાનું પસંદ કરે છે.

આ બધા વચ્ચે એક મર્ડર મિસ્ટ્રીએ બે મહિનાથી આકર્ષણ જમાવ્યું હતું, તે જે ક્રિમિનલ જસ્ટિસ-સિઝન-4. આ સિઝનમાં જીયો સ્ટારે એક એક્સપરિમેન્ટ કર્યું હતું.

એક સાથે આખી સિરિઝ બતાવવાને બદલે દર અઠવાડિયે એક એક એપિલૉડ બતાવ્યો હતો. એક સમયે દુરદર્શન આ રીતે વિકલી એપિસોડ બતાવતું, પણ આજની પેઢીને આની આદત ન હતી તેથી ઘણાએ નારાજગી પણ વ્યકત કરી હતી, પરંતુ લોકોને આ સિરિઝ ઘણી જ ગમી ગઈ છે અને ખાસ કરીને લાસ્ટ એપિસૉડમાં જે રીતે મર્ડરનો ભેદ ખુલે છે તે જોયા બાદ નેટીઝન્સ આને ક્રિમિનલ જસ્ટિસ સિરિઝની બેસ્ટ સિઝન પણ કહી રહ્યા છે.

આપણ વાંચો: બાબા સિદ્દીકી મર્ડર મિસ્ટ્રીઃ રાજકીય કિન્નાખોરી કે ષડયંત્રનો ભોગ?

પહેલા એપિસૉડથી જ ઓડિયન્સને જકડી રાખવામાં આવ્યા છે. વાર્તા ડૉ. રાજ નાગપાલ, તેની વકીલ પત્ની અંજુ નાગપાલ, બન્નેની દીકરી ઈરા અને ઈરાની નર્સ રોશની સલુજાની આસપાસ ફરે છે.

પહેલા જ સિનમાં રોશનીનો લોહીથી લથબથ શરીર લઈ રાજ રડે છે અને પત્ની અંજુ આવે છે. રોશનીની આવી નિર્મમ હત્યા કોણે કરી તે મર્ડર મિસ્ટ્રી સુલઝાવવા આઠ એપિસોડ પિરસવામાં આવ્યા છે.

રાજ અને પત્ની અંજુ એકબીજાથી જુદા થઈ ગયા છે, પણ અંજપ રાજની સામેના ફ્લેટમાં સેપરેટ રહે છે. બન્નેને માત્ર દીકરી ઈરા જોડી રાખે છે કારણ કે ઈરા Asperger’s syndrome નામની બીમારીથી પિડાઈ છે.

આપણ વાંચો: OTTની આ ડોક્યુમેન્ટરી ફરી યાદ અપાવશે મુંબઈની એ મર્ડર મિસ્ટ્રીની, જેણે દેશને ધ્રુજાવી દીધો હતો

ઈરાનું ધ્યાન રાખવા રોશની સલુજા નામની નર્સ રાખવામાં આવે છે જે ઈરાની ખૂબ જ દરકાર કરે છે અને સમય જતા તેને રાજ સાથે પ્રેમ થઈ જાય છે. આ પ્રેમ પ્રકરણમાં તે ગભર્વતી બની જાય છે, પરંતુ રાજની મમ્મી અને રાજ તેને અબોર્શન કરવા મજબૂર કરે છે.

આ સ્થિતિમાંથી પસાર થયેલી રોશની ઈરાનો ઈલાજ કરવાને બદલે તેને વધારે બીમાર કરવાની કોશિશ કરે છે. રાજ તેને પકડી પાડે છે અને ઝપાઝપીમાં રાજના હાથે રોશનીનું ખુન થઈ જાય છે.

આપણ વાંચો: કરિશ્મા કપૂર, વિજય વર્મા, સારા અલી ખાનને કોણ કહી રહ્યું છે ‘મર્ડર મુબારક’?

બીજીબાજુ પત્ની અંજુને ખબર પડે છે કે તેને કેન્સર છે, આથી તે રાજનો ગુનો પોતાની માથે લેવા આખી વાર્તા રચે છે અને અંતમાં કોર્ટમાં સાબિત થાય છે કે અંજુએ મર્ડર કર્યું. જોકે છેલ્લે આ વાત બહાર આવે છે કે અસલી હત્યારો રાજ છે, પણ તે માત્ર દર્શકો માટે.

સિરિઝમાં પંકજ ત્રિપાઠી, મોહંમદ ઝિશાન અય્યુબ, સુરવીન ચાવલા, આશા નેગી, મિતા વશિષ્ટ સહિતના તમામ પાત્રોએ ખૂબ જ સારું કામ કર્યુ છે અને સ્ટોરી રાઈટિંગ અને ડિરેક્શન પણ એકદમ સટીક છે. કોર્ટરૂમ ડ્રામા અને સંબંધોની માયાજાળ વચ્ચે ગૂંથાયેલી આ સિરિઝ છેલ્લા ઘણા સમયથી આવેલી ઈન્વેસ્ટિગેટીવ સ્ટોરી કરતા અલગ છે અને ઈન્ટરેસ્ટિંગ પણ.

નેટિઝન્સ તેને વખાણી રહ્યા છે અને સારા રિવ્યુઝ આપી રહ્યા છે. જો તમે જોઈ હોય તો તમે પણ અમને કમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો કે તમને આ સિરિઝ કેવી લાગી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button