લોકો દેખાડા માટે Maldives જાય છે, હું તો અયોધ્યા જઈશ… જાણો કોણે કહ્યું આવું?
Bollywood Actor Pankaj Tripathiએ Maldives Controversy પર નિવેદન આપ્યું છે અને બધાને ચોંકાવી દીધા છે. માલદીવના વિવાદ પર રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલિબ્રિટીઓ પર ટિપ્પણીઓ આપી રહ્યા છે અને આ યાદીમાં હવે વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. આ નામ છે એક્ટર પંકજ ત્રિપાઠીનું.
BoycottMaldive ટ્રેન્ડ પર પંકજ ત્રિપાઠીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું હતું કે હવે તમારું નેક્સ્ટ વેકેશન ડેસ્ટિનેશન કયું હશે, શું તમે માલદીવ જશો? આ સવાલના જવાબમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે લોકો તો સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટે માલદીવ જાય છે. હું શું કામ માલદીવ જઈશ? હું તો લક્ષદ્વીપ જઈશ, અયોધ્યા જઈશ… હું હંમેશાથી જ ભારતીય ટુરિઝમની પ્રોત્સાહન આપવાની વાત કરું છું.
પંકજ ત્રિપાઠીને અયોધ્યા જવા બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં એક્ટરે જવાબ આપ્યો હતો કે હું મારી દીકરી અને પત્ની સાથે રામ લલ્લાના દર્શન કરીશ. હમણાં તો આમંત્રણ નથી મળ્યું અને અત્યારે અયોધ્યામાં ખૂબ ભીડ પણ હશે. પરંતુ કામમાંથી બ્રેક લઈને હું ચોક્કસ જ અયોધ્યા જઈશ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પંકજ ત્રિપાઠીની ફિલ્મ મેં અટલ હું 19મી જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે અને પંકજે આમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો રોલ નિભાવ્યો છે. ફિલ્મના ટ્રેલરથી લઈને ગીતો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
એક ઈન્ટરવ્યુમાં પંકજ ત્રિપાઠીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તેમને આ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી ત્યારે તેઓ ખુદ ગભરાઈ ગયા હતા પોતે અટલજીના પાત્રને કેટલો અને કેવો ન્યાય આપી શકશે એનો ડર સતાવી રહ્યો હતો પણ ટ્રેલર જોતા લાગી રહ્યું છે કે પંકજ ત્રિપાઠીએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.