પહેચાન કૌનઃ ટીવીજગતની આ ગોળમટોળ કલાકાર એક સમયે આવી દેખાતી હતી
ફિલ્મજગતની ઘણા મોટા સ્ટાર પોતનું મેકઓવર કરે ત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે, પણ ટીવીજગતની એક કેરેક્ટર આર્ટિસ્ટનું જબરજસ્ત મેકઓવર હાલમાં સૌની આંખે ચડ્યું છે અને બધા બે વાર આંખો ચોળી તેને જોઈ રહ્યા છે. તેને ઓળખતા તેની સાથે કમ કરતા લોકોને પણ ભરોસો નથી આવતો કે તે આવી દેખાઈ શકે. જોકે આમાં ટ્વીસ્ટ છે. આ અભિનેત્રીના વાયરલ ફોટો હાલના નથી, પણ વર્ષો પહેલાના છે જે અત્યારે વાયરલ થયા છે. ઓવરવેઈટ અને ગોળમટોળ દેખાતી ભાભીજી ઘર પે હૈની અમ્માજી યાદ છે. અંગુરીભાભાની સાસુનો રોલ કરતી અમ્માજી એટલે કે સોમા રાઠોડ જ્યારે 20 વર્ષની હતી અન મોડેલિંગ કરતી હતી ત્યારના આ ફોટા છે.
સોમા રાઠોડે વર્ષ 2009થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે લાપતાગંજમાં મિર્ચાની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. સોમાની એક્ટિંગે દર્શકોના દિલ જીતી લીધા હતા. તેના મોડલિંગ દિવસોનો ફોટો બતાવ્યા બાદ અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે આ ફોટો લેવામાં આવ્યો ત્યારે તે માત્ર 20 વર્ષની હતી અને તેનું વજન 52 કિલો હતું. તે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવાનો પ્રયાસ કરી રહી હતી અને તેના માટે તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ તેનું પહેલું ફોટોશૂટ હતું. ભાભી જી ઘર પર હૈંમાં અમ્મા જીની જેમ, જીજા જી છત પર હૈંમાં કરુણા બંસલની ભૂમિકાને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ ભૂમિકાઓએ તેને દરેક ઘરમાં લોકપ્રિય બનાવી છે.
ઘણીવાર કોઈ બીમારી કે ખોટી લાઈફસ્ટાઈલને લીધે વજન વધી જાય છે, પરંતુ શૉ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ જોખમી સાબિત થાય છે.