પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ | મુંબઈ સમાચાર

પેરિસ ફેશન વીકમાં પેરિસ જેક્સને ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરતા ટીકાકારોએ વરસાવ્યો વરસાદ

પેરિસઃ પેરિસ ફેશન વીકમાં તાજેતરમાં સૌથી વધુ નામ લાઈમલાઈટમાં આવ્યું હોય તો તે છે પેરિસ જેક્શન. પેરિસ જેક્સન સિવાય અન્ય સેલિબ્રિટીઝ-કલાકારો પણ ચર્ચામાં છે, પરંતુ સૌથી તેને તેના આઉટફીટને લઈ ચર્ચામાં છે. સૌથી મોટી વાત એ છે કે તેની ટીકાકારોએ ટીકા કર્યા પછી જોરદાર જવાબ પણ આપ્યો હતો.

અલબત્ત, આ અઠવાડિયા દરમિયાન પેરિસ ફેશન વીકમાં જેનું નામ પણ શહેરના નામ પરથી પડ્યું હતું એવી ૨૬ વર્ષીય પેરિસ જેકસનને લઈ બંને ચર્ચામાં છે. પેરિસ જેક્સને સ્ટેલા મેકકાર્ટનીના વુમન્સવેર ફોલ/વિન્ટર 2025-2026 શોમાં સંપૂર્ણપણે હાફ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આવી હતી. ફિટેડ, કાળા, ઑફ-શોલ્ડર ગાઉનમાં લાંબી બાંય સાથે જોવા મળતી પેરિસ જેક્સને સ્કિન કલરની અન્ડરવેર અને બ્લેક બેગ સાથે મેચિંગ કરતા સૌનું ધ્યાન ખેંચાયું હતું.

માઈકલ જેક્સનની દીકરી પેરિસ જેક્સન પોતાના આઉટફીટને લઈ વિવાદમાં પડી હતી. પેરિસ જેક્સને જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના અવતારની પોસ્ટ કરી હતી ત્યારે ફોલોઅર્સ તરફથી અવનવી પ્રતિક્રિયા મળી હતી. તેના ચાહકોએ તેની પ્રશંસા કરી હતી, જ્યારે હજારો લોકોએ તેને વખોડી પણ હતી. અમુક લોકોએ તેના ભારોભાર વખાણ કરવાની સાથે લાઈક પણ કરી હતી.

આ પણ વાંચો: પેરિસ ફેશન વીકમાં છવાઇ ઐશ્વર્યા રાય

અમુક યૂઝરે તેના ડ્રેસ અંગે કમેન્ટ કરતા લખ્યું હતું આ વખતનો ડ્રેસ વધારે પડતો બોલ્ડ છે, જ્યારે બીજી એક વ્યક્તિએ લખ્યું હતું કે આ ડ્રેસ સાવ વલ્ગર છે તો અન્ય એક યૂઝરે લખ્યું હતું કે આજકાલના કાર્યક્રમોમાં લોકો નગ્ન કેમ ફરે છે? શું અશ્લીલ પ્રદર્શન સિવાય કંઈ નથી?”

અમુક લોકોએ પેરિસ જેક્સનને રીતસરની ટ્રોલ કરીને વખોડી નાખી હતી. આ વાતને લઈને એટલો બધો રોષ હતો કે આખરે, પેરિસે તેના પેજ પર પ્રતિક્રિયા આપી હતી કે સ્ટેલા મેકકાર્ટની શો માટે મારા કપડાંની પસંદગી અંગે મને ઘણી મિશ્ર પ્રતિસાદો મળ્યા છે,”

પેરિસ જેક્સને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલા એક વીડિયોમાં પોતાના ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો હતો. ટ્રોલરને જવાબ આપતા લખ્યું હતું કે માનવ શરીરને લઈને આટલી અસહજતા મહેસૂસ કરવાની શી જરુર છે. આખરે આ પણ શરીર છે. માનવી પણ એક જાનવર જ છે. આપણે બીજા જાનવરોને પણ કપડાં વિના જોઈએ છીએ તો પછી માનવીને કપડાં વિના જુઓ તો આટલી બધી અસહજતા શા માટે. આ કોઈ મોટી વાત નથી. આ પણ એક શરીર છે અને આપણે આનાથી વધુ મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવાનું જરુરી છે.

સંબંધિત લેખો

Back to top button