Raghav Chaddhaને Parineeti Chopraએ કેમ કહ્યું You Are A Star?
બોલીવૂડ એક્ટ્રેસ અને બબલી ગર્લ પરિણીતી ચોપ્રા (Parineeti Chopra) અને આપના નેતા રાઘવ ચઢ્ઢાની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે. કપલ પણ હંમેશા પોતાના ફેન્સ માટે ગોલ્સ સેટ કરે છે. લગ્ન થયા છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં અનેક વખત બંને જણ એકબીજાના વખાણ કરતાં જોવા મળે છે. હવે ફરી એક વખત રાઘવે કંઈક એવું કર્યું છે કે પરિણીતીએ પતિ રાઘવના વખાણ તો કર્યા જ છે પણ એની સાથે સાથે તેને સ્ટાર પણ કહી દીધો છે? ચાલો જોઈએ શું છે આખો માંઝરો…
વાત જાણે એમ છે કે પરિણીતી ચોપ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાઘવ માટે એક ખાસ પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં રાઘવના વખાણ કરતાં જણાવ્યું હતું કે યુ આર અ સ્ટાર.. ઉલ્લેખનીય છે કે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન રાઘવે પાઈરસી મુદ્દે વાત કરી હતી. પરિણીતીએ પોતાના એકાઉન્ટ પર રાઘવની સ્પીચનો વીડિયો શેર કરીને લખ્યું છે કે હું એના વિશે શું કહું? આ મહત્ત્વના મુદ્દાને સંસદમાં ઉઠાવવા માટે તું એક સ્ટાર છે. માય લવ.
રાઘવે પણ પોતાના ભાષણની ક્લિપ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે પાઈરસીના વિરોધમાં સંસદમાં બોલી રહ્યા છે. આ ક્લિપ શેર કરીને રાઘવે કેપ્શનમાં લખ્યું છે કે પાઈરસી એક મહત્ત્વપૂર્ણ પ્લેગ છે જે ફિલ્મ અને હવે ઓટીટીની દુનિયામાં ફેલાઈ રહ્યો છે. પોતાના ભાષણમાં રાઘવે જણાવ્યું હતું કે પાઈરસીને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી દર વર્ષે 20,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવે છે. કોરોના કાળમાં ઓનલાઈન પાઈરસીમાં 62 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
આ પણ વાંચો :શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….
રાઘવે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે એક વર્ષ પહેલાં સિનેમેટોગ્રાફિક (સંશોધન) ખરડો પસાર કર્યો હતો, પણ એમાં ચોક્કસ પગલાં અને જોગવાઈનો અભાવ છે. જેમ જેમ આપણે પ્લેટફોર્મ પર વધુ ફિલ્મો પ્રદર્શિત થવાની સાથે સાથે ડિજિટલ થતાં જઈ રહ્યા છીએ. હું સરકારને પૂછવા માંગું છું કે ઓટીટી પર ડિજિટલ ચોરીને રોકવાના મુદ્દે શું શું પગલાં લેવાઈ રહ્યા છે? શું સરકાર પાસે આ માટે એક ડેડિકેટેડ લો લાવવાની કોઈ પ્લાનિંગ છે?
અત્રે ઉલ્લેખનીય છે પરિણીતી ચોપ્રા બોલીવૂડની એક ચર્ચિત એક્ટ્રેસ છે અને તે પ્રિયંકા ચોપ્રાની કઝિન છે. જ્યારે વાત કરીએ રાઘવ ચઢ્ઢાની તો રાઘવ આપના પોપ્યુલર પોલિટિશિયન છે. 2023માં બંને જણે ધામધૂમથી લગ્ન કર્યા હતા.