Pregnancy News પર આવું રિએક્શન આપ્યું Parineeti Chopraએ… પોસ્ટ કરી આ વાત…

બોલીવૂડની બબલી ગર્લ પરિણીતી ચોપ્રા આજે સવારે એરપોર્ટ પર પફર જેકેટમાં જોવા મળી હતી અને બસ ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે પ્રેગ્નન્ટ છે. અહીંયા તમારી જાણ માટે કે પરિણીતી ચોપ્રાએ સપ્ટેમ્બર, 2023માં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. પણ હવે એક્ટ્રેસે પોતાની પ્રેગ્નન્સીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં પણ તેણે પોતાની પ્રેગ્નન્સીની વાત પર ખુદ જ મજા લઈને ગજબની પોસ્ટ પણ શેર કરી હતી.
પરિણીતી ચોપ્રાનો ડ્રેસ અને તે જે રીતે પોતાના પેટને છુપાવી રહી હતી એ જોઈને લોકોએ એવી અટકળો લગાવવાનું શરૂ કરી દીધું કે તે પ્રેગ્નન્ટ છે. મુંબઈમાં આટલી ગરમીમાં પણ એક્ટ્રેસને જેકેટ પહેરેલી જોઈને લોકો પણ વિચારમાં પડી ગયા હતા.
આ બધા વચ્ચે તે પોતાની ફિલ્મ ચમકિલાના ટ્રેલર લોન્ચ પર દિલજિત દોસાંઝ અને ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે બ્લેક કફ્તાન ડ્રેસમાં પહોંચી હતી અને એ સમયે પણ લોકોને એવું જ લાગ્યું કે તે પ્રેગ્નન્ટ છે એટલે આવા કપડામાં આવી છે.
પણ હવે એક્ટ્રેસે આ બાબતને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પરિણીતીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કરી છે છે અને એમાં સ્માઈલીવાળા ઈમોજી સાથે લખ્યું છે કે કફ્તાન ડ્રેસ=પ્રેગ્નન્સી, ઓવરસાઈઝ્ડ શર્ટ=પ્રેગ્નન્સી, કમ્ફર્ટેબલ કુર્તા= પ્રેગ્નન્સી…

ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ ચમકિલાનું ટ્રેલર લોન્ચ કર્યું. આ ફિલ્મ અમરસિંહ ચમકિલા અને એમની પત્ની અમરજોત ચમકિલાના જીવન પર આધારિત છે. દિલજિત અને પરિણીત બંનેએ પંજાબીના કેટલાક ગીતોને પોતાનો અવાજ આપ્યો છે અને એઆર રહેમાને એનું મ્યુઝિક આપ્યું છે. અમરજોતના કેરેક્ટરમાં પોતાની જાતને ઢાળવા માટે પરિણીતીએ 15 કિલો વજન પણ વધાર્યું હતું. આ ફિલ્મ 12મી એપ્રિલના રિલીઝ થવા જઈ રહી છે.