Bollywoodમાં નેપોટિઝમ છે કે નહીં નથી ખબર, પણ ફેવરેટિઝમ છેઃ પરિણિતીએ કેમ કહ્યું આમ
દિલજીત દોસાંજ અને પરિણિતી ચોપડાથી ઓટીટી ફિલ્મ ચમકીલાને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. ચમકીલાની કૉ-સિંગર અને પત્ની અમરજોતનો રોલ કરી પરિણિતીએ ઘણી વાહવાહી મેળવી છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં પરિણીતીએ કેટલીક અંગત બાબતો વિશે વાત કરી હતી. જેમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતી નેપોટિઝમ કે ફેવરેટિઝમ વિશે પણ વાત કરી છે. પરિણીતીએ કહ્યું કે બહેન પ્રિયંકા પહેલેથી જ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાથી તેના કારણે જ તેને કામ મળ્યું તમ કહેવાય છે, પણ તે સાચું નથી. , પ્રિયંકા સાથેના તેમના જોડાણને કારણે, તેમને સંપર્કો મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પણ કામ તો મળવું મુશ્કેલ જ હતું.
વર્ષ 2008માં વૈશ્વિક મંદીનો સમય હતો. પ્રિયંકાની માતા સાથે વાત કર્યા બાદ પરિણીતી લંડનથી અભ્યાસ પૂરો કરીને ભારત આવી હતી. ઓવરક્વોલિફાઈડ હોવાને કારણે તેને યશરાજ ફિલ્મ્સમાં માર્કેટિંગની નોકરી પણ મળી ગઈ.
પોડકાસ્ટમાં વાત કરતી વખતે પરિણીતીએ કહ્યું મેં છેલ્લા 10 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. કોઈપણ વ્યક્તિ જે કોઈને કોઈ કારણસર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હોય છે તે ઘણા ટેન્શનમાં હોય છે. પહેલી તક તમને મળશે ત્યારબાદ પણ તમારી જાતને સાબિત કરવા મહેનત કરવી પડશે.
સરખામણી ક્યારેય અટકશે નહીં. આવી સ્થિતિમાં તમારા માટે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. બોલીવૂડમાં નેપોટિઝમ-વંશવાદ છે કે નહીં મને ખબર નથી પણ પક્ષપાત ફેવરીટીઝમ ચોક્કસ છે. મેં ઘણી ફિલ્મો એટલા માટે ગુમાવી છે કે હું પાર્ટી કે ઈવેન્ટ્સમાં જતી નથી. ચમકીલા કર્યા બાદ હું વધારે ચેલેન્જિગ રૉલ કરવા માગું છું, તેમ પરિણિતીએ જણાવ્યું હતું.
પરિણિતીએ આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે અને ચમકીલાથી ફરી ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે.