મનોરંજન

પતિ રાઘવ સાથે લગ્ન બાદ આ અંદાજમાં દેખાઈ પરિણીતી ચોપ્રા…

પરિણીતી ચોપ્રા અને રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલી વખત ઉદયપુર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને અહીંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. હવે પરિણીતી ચોપ્રા ઓફિશિયલી પરિણીતી રાઘવ ચઢ્ઢા બની ગઈ છે અને દરમિયાન બંનેનું લગ્ન બાદ આ પહેલું પબ્લિક અપિયરન્સ હતું.


પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો હોટેલથી પાછા ફરતા હતા એ સમયના છે અને પરી એકદમ સિમ્પલ બટ સ્ટાઈલિશ લૂકમાં દેખાઈ રહી છે. ન્યુલી મેરિડ કપલના આ ફોટો ઉદયપુર એરપોર્ટ પરના છે. ઉદયપુર એરપોર્ટથી દિલ્હી આવવા માટે રવાના થયા હતા.


ફોટોમાં પરિણીતી ચોપ્રા બ્લશ કરી રહી છે અને તેણે બ્લ્યુ જિન્સની સાથે પિંક ટોપ અને એની સાથે એક શ્રગ કેરી કરીને લૂકને કમ્પલિટ કર્યો છે. જોકે, પરીના આ લૂકની સામે વરરાજા રાઘવનો લૂક પણ એકદમ જોરદાર છે. ડેશિંગ જમાઈરાજાએ એરપોર્ટ લૂક માટે વ્હાઈટ કલરની સ્ટાઈલિશ શર્ટ સાથે બ્લેક પેન્ટ પહેરી છે.


બંને જણે એરપોર્ટ પર પહોંચીને પાપારાઝીને ઢગલો પોઝ આપવાની સાથે સાથે જ મીડિયા સાથે વાત પણ કરી હતી. આ ફોટોમાં પરિણીતી રાઘવનો હાથ પકડીને ચાલતી અને ફોટો પડાવતી જોવા મળી હતી. બંનેની કેમેસ્ટ્રી પણ કમાલની દેખાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button