Param Sundari movie review: ફીલ ગૂડ રોમકોમ, પણ ક્લાસિક બનતા બનતા રહી ગઈ

કામમાં બિઝી હોવ, મન અને તન બન્ને થાક્યા હોય, અથવા તો મસ્ત મૂડમાં હોવ, ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ચિલ આઉટ કરવાનું મન થાય તો તમારી માટે એક ઑપ્શન જ્હાનવી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમસુંદરી જોવાનું પણ છે. આજે થિયેટરમાં રિલિઝ થયેલી આ ડિજિટલ યુગની રોમ કોમનો રિવ્યુ જાણો…

શું છે સ્ટોરી
બડે બાપ કા બેટા પરમ (સિદ્ધાર્થ મલ્હોત્રા) નોર્થ ઈન્ડિયામાં મોટો થયો છે અને સ્ટાર્ટ અપ માટે પિતા (સંજય કપૂર) પાસેથી પૈસા માગે છે. સિદ્ધાર્થને એક સૉલમેટ મળે તે માટેની મોબાઈલ એપ શરૂ કરવી છે, પણ આ એપથી ખરેખર મનગમતું પાત્ર મળશે અને એપ સફળ થશે તે પિતાને સાબિત કેમ કરવું તે સમસ્યા છે. આ સમસ્યાના હલ તરીકે સિદ્ધાર્થ પોતે જ પોતાની સૉલમેટ શોધવા નીકળે છે અને આવી ચડે છે કોચિન. અહીં કોચિનની હૉમ સ્ટે ઑનર સુંદરી (જ્હાનવી કપૂર)ને મળે છે. ત્યારબાદ બે અલગ અલગ સ્ટેટમાંથી આવતા યુવાનીયાઓની લવસ્ટોરી આ ફિલ્મ છે. ટ્રેલર બાદ ઘણાને એમ હતું કે દીપિકા અને શાહરૂખની ચેન્નઈ એક્સપ્રેસની કૉપી હશે, પણ તેમ નથી. ફિલ્મની પોતાની સ્ટોરી છે, પરંતુ તે નબળી છે. તુષાર જલોટા, અર્શ વોરા અને ગૌરવ મિશ્રાનો સ્ક્રીન પ્લે લથડતો દેખાય છે. ઈન્ટરવલ પહેલા ધીમી ચાલતી ફિલ્મ ઈન્ટરવલ પછી તો વધારે ઠંડી પડી જાય છે. ફિલ્મની સ્ટોરીમાં જે મસાલો, ઈમોશન્સ ભરી શકાય તેમ હતા તે બધુ જ ઓછું છે.
ફિલ્મનો હીરો સિદ્ધાર્થ નથી, પણ…
ફિલ્મમાં હીરો તરીકે ભલે સિદ્ધાર્થ મલ્હોત્રાને જોવા તમે જાઓ, પણ આ ફિલ્મનો હીરો છે કેરળ. ફિલ્મમાં કેરળ બતાવાવમાં આવ્યું છે અને તે ખૂબ જ સુંદર રીતે થિયેટરમાં તમને જોવા મળે છે. સનાતન રવિ કૃષ્ણન રવિચંદ્રનની સિનેમેટોગ્રાફી ફિલ્મનો અસલી હીરો છે. વાર્તામાં નવીનતા નથી, પરંતુ લોકેશન્સ અને મ્યુઝિક ફિલ્મને જોવા જેવી બનાવે છે.

કેવી છે એક્ટિંગ અને ડિરેક્શન
એક્ટિંગમાં જો કોઈનું નામ ભારપૂર્વક લેવાનું થાય તો તે છે જ્હાનવી કપૂર. જ્હાનવીએ તેનું બેસ્ટ પર્ફોમન્સ આ ફિલ્મમાં આપ્યું છે અને તેની ખૂબસૂરતી પણ તમને ઘાયલ કર્યા વિના રહેશે નહીં. સાઉથ ઈન્ડિયન યુવતી તરીકે તે એકદમ પરફેક્ટ લાગે છે. ઘણા સિન્સમાં તે સિદ્ધાર્થ પર જ્હાનવી ભારે પડી જાય છે. જોકે સિદ્ધાર્થની વાત કરીએ તો તે હેન્ડસમ હંક તરીકે જચે છે, પરંતુ એક્ટિંગમા તેણે વધુ મહેનતની જરૂર છે. સિદ્ધાર્ત ઈમોશનલ સિન્સમાં વિક લાગે છે. સિદ્ધાર્થના મિત્ર તરીકે મનજોત સિંહએ સારું કામ કર્યું છે. બાકીના કલાકારો પોતાની જગ્યાએ ઠીક છે.
તુષાર જલોટાની મહેનત ડિરેક્શનમાં દેખાય છે. ફિલ્મને ફીલગૂડ ટ્રિટમેન્ટ આપવામા સફળ રહ્યા છે, પણ નબળી સ્ક્રીપ્ટ અને ફ્રેશ વાર્તાના અભાવને લીધે ફિલ્મ ક્લાસિક કે યાદ રહી જાય તેવી રોમ કોમ બની શકી નથી. તેમ છતાં ફ્રેશ થવા એકવાર જોઈ શકાશે
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 5/3.5