પરમસુંદરીએ વિકએન્ડમાં કરી જબરી કમાણીઃ ઘણી ફિલ્મોને પાછળ છોડી

જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની 29મી ઑગસ્ટે રિલિઝ થયેલી ફિલ્મ પરમસુંદરી રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ઠીકઠાક હતું, પરંતુ શનિ-રવિમાં ફિલ્મે સારી કમાણી કરી છે.
દિનેશ વિજનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વકરો કરી રહી છે. ફિલ્મની સાથે કમ્પિટિશન કરવા માટે માત્ર વશ-લેવલ-2 સિવાય અન્ય કોઈ ફિલ્મ નથી. આ સાથે ફિલ્મનું માર્કેટિંગ સારું થયું છે. ઓનસ્ક્રીન કપલ સિદ્ધાર્થ અને જ્હાનવી ઓફ સ્ક્રીન પણ સાથે પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મમાં બન્ને કેમેસ્ટ્રી, કેરળની બ્યૂટી અને સચિન-જીગરનું સંગીત વખાણાઈ રહ્યું છે.
હવે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મએ ઑપનિંગ ડે એટલે કે શુક્રવારે રૂ. 7.25 કરોડ કલેક્ટ કર્યા હતા, ત્યારબાદ શનિવારે રૂ. 9.25 કરોડની કમાણી અને ત્રીજા દિવસે એટલે કે રવિવારે 10.25 કરોડની કમાણી કરી છે. ફિલ્મએ પહેલા વિક એન્ડમાં રૂ. 26.75 કરોડ કલેક્ટ કરી લીધા છે. સિદ્ધાર્થે પોતાની ફિલ્મના કલેક્શનને પાછળ મૂકી દીધું છે જ્યારે જહાનવીએ કરિયરની પાંચમી સારી કમાણી કરનારી કરનારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપી છે.
પરમસુંદરી પહેલાની સિદ્ધાર્થની આઠ ફિલ્મનું ઑપનિંગ વિક એન્ડ કલેક્શન જાણીએ તો હંસી તો ફસીનું કલેક્શન રૂ. 18.40 કરોડ, બાર બાર દેખોનું 21.16 કરોડ, અ જેન્ટલમેન 13.13 કરોડ, ઇત્તેફાકનું 16.05 કરોડ, ઐયારીનું 11.70 કરોડ, જબરિયા જોડીનું 10.90 કરોડ, યોદ્ધાનું 14.25 કરોડ અને મરજાવાંનું 42.25 કરોડ કલેક્શન થયું હતું.
ફિલ્મમાં જહાનવી કપૂર ખૂબ સુંદર લાગી રહી છે અને તેનાં અભિનયના પણ વખાણ થઈ રહ્યા છે. જોકે શુક્રવારે ટાઈગર શ્રોફ અને સંજય દત્તની બાગી-4 રિલિઝ થઈ રહી છે. આ સાથે ઉફ્ફ યે સિયાપ્પા, ગતિ અને ધ ગર્લફ્રેન્ડ રિલિઝ થઈ રહી છે. આથી આવતા વિકએન્ડમાં પરમસુંદરીએ થિયટરોમાં ટકવું મુશ્કેલ બની રહેશે.
આ પણ વાંચો…Param Sundari movie review: ફીલ ગૂડ રોમકોમ, પણ ક્લાસિક બનતા બનતા રહી ગઈ