Panchayat ફેમ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, પોસ્ટ કરીને આપી માહિતી…
મનોરંજન

Panchayat ફેમ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક, પોસ્ટ કરીને આપી માહિતી…

આજકાલ જમાનો ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરીઝનો છે. આવી જ એક વેબ સિરીઝની ચર્ચામાં હાલમાં જ્યાં જુઓ ત્યાં સંભળાઈ રહી છે અને એ એટલે પંચાયત-4. પંચાયતની ચોથી સિઝનને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે અને એની સાથે જ પંચાયત ફાઈવને લઈને પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. પરંતુ આ પંચાયતના જાણીતા કલાકાર આસિફ ખાનને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આ સમાચાર-

મળતી માહિતી મુજબ પંચાયત ફેમ સ્ટાર આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો હતો અને એને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક્ટરે 36 કલાક હોસ્પિટલમાં વિતાવવા પડ્યા હતા અને ખુદ આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એક્ટરે કર્યો હતો. એક્ટરે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે અને તે રિકવર કરી રહ્યો છે.

aasif khan

આસિફ ખાને જણાવ્યું હતું બીમારીથી લડવા અને હોસ્પિટલમાં રહેવા દરમિયાન મને જિંદગીની કિંમત સમજાઈ ગઈ. મને સમજાયું કે જિંદગી કેટલી નાની છે અને એક પણ દિવસને હળવાશમાં ના લેવો જોઈએ. કઈ ક્ષણે શું બદલાશે એ કંઈ કહી ના શકાય. જે તમારી પાસે છે, તમે જેવા છો એના માટે તમારે આભારી રહેવું જોઈએ. જિંદગી એક ભેટ છે અને આપણે ભાગ્યશાળી છીએ.

આસિફ ખાને બીજી એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે છેલ્લાં કેટલાક સમયથી મારી તબિયત ખરાબ હતી અને મને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પણ હવે મને તમને જણાવતા આનંદ થાય છે કે હું પહેલાં કરતાં સારું ફીલ કરું છું. તમારી ચિંતા, પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. તમારો પ્રેમ અને સાથ મારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યાં સુધી મને દુઆઓમાં યાદ રાખવા માટે થેન્ક્યુ…

વાત કરીએ આસિફની તો આસિફે પંચાયત-4માં દામાદજીનો રોલ કરીને નેમ અને ફેમ મેળવ્યું છે. તેમને આ રોલથી ખાસી એવી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય તેઓ જયદીપ અહલાવતની સીરિઝ પાતાલલોકમાં પણ જોવા મળ્યા હતા. આસિફે વેબ સિરીઝ સિવાય ફિલ્મ કાકુડા અને ધ ભૂતનીમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચો…Panchayat વેબ સિરિઝના વિનોદનું જીવન વિનોદી નહીં, પણ આવું આકરું હતું

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button