Palak Tiwari Poses In Chic Black Bikini From Maldives

અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ

માલદીવ્સઃ ભારત અને માલદીવ્સ વચ્ચે સંબંધો ફરી સુધારવાના અહેવાલો વચ્ચે હવે બોલીવુડના કલાકારો માલદીવ્સ ભણી હરવાફરવાનું ચાલુ કર્યું છે. ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની લાડલીએ માલદીવ્સમાં વેકેશનની મોજ માણતી તસવીરોએ લોકોમાં જોરદાર ઘેલું લગાવ્યું છે. વડ એવા ટેટા કહેવતના માફક શ્વેતાના માફક દીકરી પણ પોતાની બોલ્ડ અદાનો જાદુ પાથરવામાં સફળ રહી છે. તાજેતરમાં માલદીવ્સના વેકેશન પર ગયા પછી પલક તિવારીએ તસવીરો ઓનલાઈન શેર કરી હતી. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટ પર માલદીવની તસવીરો શેર કરી હતી.

image: palak tiwari | Instagram

Also read: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?

વાઈરલ ફોટોગ્રાફ પલક બ્લેક બિકિનીમાં પોઝ આપતી જોવા મળી હતી. તેની ફેશન સેન્સ પણ ખૂબ હોટ લાગે છે. પલકે એક્સેસરીઝ અને મેકઅપ વગરનો ફોટો પોસ્ટ કર્યો છે. તેના ખુલ્લા વાળ તેના દેખાવને વધુ બોલ્ડ બનાવ્યો હતો. પોતાની પોસ્ટના કેપ્શનમાં પલકે લખ્યું- માય માલદીવિયન હેવન. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પલક તિવારી શ્વેતા તિવારીની દીકરી છે. તેને 2023માં સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ એક્શન-કોમેડી હતી અને ૨૦૧૪ ની તમિલ ફિલ્મ ‘વીરમ’ની રિમેક હતી. કલાકારોમાં પૂજા હેગડે, વેંકટેશ, ભૂમિકા ચાવલા, જગપતિ બાબુ, વિજેન્દર સિંહ, રાઘવ જુયાલ, જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ, શહેનાઝ ગિલ, પલક તિવારી, વિનાલી ભટનાગર અને સતીશ કૌશિક પણ હતા.

image: palak tiwari | Instagram

Also read: ટીમ ઈન્ડિયાના ખેલાડીને પરણશે બોલીવૂડની આ બ્યુટીફૂલ બેબ?

બોલિવૂડમાં કારકિર્દી બનાવવાની તેની પુત્રીની ઇચ્છા વિશે બોલતા, પલકની માતા, શ્વેતાએ અગાઉ કહ્યું હતું કે, ‘હું ઇચ્છું છું કે તે સ્ટેજ પર એવોર્ડ લેવા જાય. હું ત્યાં બેસવા માંગુ છું અને હું જાણું છું કે જ્યારે હું તેને એવોર્ડ લેતા જોઇશ ત્યારે મારી આંખોમાં આંસુ આવશે. મારા માટે આ સૌથી મોટી લાગણી હશે.

image: palak tiwari | Instagram

શ્વેતાએ કહ્યું કે તે ઈચ્છે છે કે પલકને ક્યારેક શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પલક તિવારી આગામી સાયન્સ ફિક્શન હોરર-કોમેડી ‘ધ વર્જિન ટ્રી’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાંત સચદેવે કર્યું છે

સંબંધિત લેખો

Back to top button