પલક તિવારીએ પિંક ડ્રેસમાં આપ્યા સિઝલિંગ પોઝ, તસવીરો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી તેની એક્ટિંગની સાથે તેની સુંદરતાને કારણે પણ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેણે ફરી એકવાર તેની કેટલીક આકર્ષક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહી છે.
જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરીની પલક તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશન અને ડેઈલી લાઈફ સાથે જોડાયેલી તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આ પણ વાંચો: અભિનેત્રી પલક તિવારીએ માલદીવ્સમાં માણી મોજ, બોલ્ડ તસવીરો વાઈરલ
આ દિવસોમાં પલક તિવારી માલદીવમાં છે, જ્યાંથી તેણે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પલક તિવારી બોલ્ડ અને સુંદર દેખાય છે, તેણે પિંક ડ્રેસ સાથે મેચિંગ ડ્રેસ પહેર્યો હતો.
આ તસવીરોમાં પલક ક્યારેક બીચ પર તો ક્યારેક સૂર્યાસ્તની સામે સેલ્ફી લેતી જોવા મળે છે. પલકનો ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાંકડિયા વાળ સાથેનો બીચ લૂક ખૂબ સુંદર છે. તેની દરેક અદા તેના ચાહકોના દિલમાં વસી રહી છે.
આ પણ વાંચો: દીકરી પરણે એ પહેલા 43 વર્ષની શ્વેતા તિવારી ફરી પરણશે?
પલકના આ સુંદરલુકને ચાહકો એટલો પસંદ કરી રહ્યા છે કે તસવીરો અપલોડ થયાના થોડા જ સમયમાં હજારો કોમેન્ટ્સ અને લાખો લાઈક્સ આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.