પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
બોલીવૂડની લીડ એક્ટ્રેસમાની એક દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. એક્ટિંગ ઉપરાંત પણ દીપિકા પોતાની ફેશનને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેની ખ્યાતી ત્યાં સુધી છે કે પાકિસ્તાનમાં પણ તેની ભારે ફેન ફોલોઈંગ છે. હાલમાં જ થયેલા એક ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાની ડિઝાઈનરે મહિલાઓના દીપિકા જેવા લૂક માટેની ડિમાન્ડને લઈ ખુલાસો કર્યો હતો.
તાબિશ હાશમીના શો હંસના મના હૈ પર પાકિસ્તાની ડિઝાઈનર નોમી અંસારીથી સવાલ કરવામાં આવ્યો કે પાકિસ્તાની મહિલાઓ મેકએપ કરાવવા આવે ત્યારે તેમની ડિમાન્ડ શું હોય છે. આના જવાબમાં નોમીએ કહ્યું કે પાકિસ્તાનની મહિલાઓ પોતાની સાથે એક ઈચ્છા ચોક્કસથી લઈને આવે છે. તેમને સૌને માત્ર દીપિકા જેવા દેખાવું હોય છે. નોમી પોતાના મોર્ડન મીટ્સ ટ્રેડિશનલ ડિઝાઈન માટે ફેમસ છે.
ડિઝાનરે કહ્યું કે પાકિસ્તાની મહિલાઓને દેખાવુ તો આલિયા અને દીપિકા જેવું જ હોય છે, પણ મારા માટે તેમની ઈચ્છા પૂરી કરવું અશક્ય થઈ પડે છે. કારણ કે ન તો આ મહિલાઓનું ફિગર એવું હોય છે કે ન તો તેમનો ફેસ કટ, જેથી તેમને મેકઅપથી એવો લૂક આપવામાં આવે. ડિઝાઈનરને વધુમાં પુછવામાં આવ્યું કે આવા ક્લાયન્ટને તેઓ શું કહે છે તો તેણે જવાબ આપ્યો હતો કે હું તેમને આલિયા જેવો તો નહીં બનાવી શકતો પણ તેના પાપા એટલે કે મહેશ ભટ્ટ જેવા બનાવી શકૂ છું.
દીપિકા પાદુકોણ જલ્દી જ મા બનવાની છે. અભિનેત્રીએ પોતે જ પોતાની ઈંસ્ટા પોસ્ટમાં પોતાના ફેન્સને આ ગુડન્યૂઝ આપી હતી. આ ગુડન્યૂઝ સાંભળીને ફેન્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રી હાલમાં જ પતિ સાથે એરપોર્ટ પર લેટેસ્ટ ફેશનમાં દેખાય હતી. વાત કરીએ કપૂર ખાનદાનની વહુ આલિયા ભટ્ટની તો એક્ટ્રેસ પોતાના ટ્રેન્ડી ફેશન અને ન્યૂડ મેકઅપ લૂક માટે ફેમસ છે. બન્નેએ મેટા ગાલા 2023માં પોતાના ફેશનેબલ લુક્સને લઈ સમાચારો બનાવ્યા હતા.