બોલીવુડની ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફરી ધમાકેદાર કરશે એન્ટ્રી!

પાકિસ્તાની એકટર ફવાદ ખાન આઠ વર્ષ પછી બોલીવુડમાં ફરી આવી રહ્યા છે. ફિલ્મનું ટાઇટલ ‘અબિલ ગુલાલ’ કે જેની જાહેરાત અગાઉ 2024માં જ કરી હતી અને તેનું ટીઝર હાલમાં રજૂ કરાયું છે. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે કે જેમાં તેની સાથે બોલીવુડની હિરોઈન વાણી કપૂર જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 29 સપ્ટેમ્બરે શરૂ થયું હતું.
આ ફિલ્મનું માર્ગદર્શન આરતી એસ બાગરી કરશે. ફિલ્મને વિવેક અગ્રવાલ, અવંતિકા હરિ અને રાકેશ સિપ્પી પ્રોડ્યુસ કરશે. ફિલ્મના મેકર્સે મંગળવારે જે ટીઝર રજૂ કર્યું હતું, જેમાં ફવાદ લંડનના વરસાદમાં ફસાયેલી કારમાં બેસેલી વાણી સામે પોતાની સિંગિંગ ટેલેન્ટ બતાવે છે.
આ પણ વાંચો: 100 કરોડની કમાણી કરનારી પાકિસ્તાની ફિલ્મ આખરે ભારતમાં રિલીઝ થશે
જોઈ લો પહેલી ઝલક પણ બતાવી
ટીઝરમાં વાણી ફવાદને પૂછે છે કે, શું એ તેની સાથે ફ્લર્ટ કરી રહ્યો છે જેના જવાબમાં ફવાદે કહ્યું હતું કે તું શું ઈચ્છે છે કે હું તારી સાથે ફ્લર્ટ કરું? ગયા વર્ષે જ આ ફિલ્મનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ 2024માં ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું, આ ફિલ્મમાં ભારત અને યુકેના ઘણા નામચીન કલાકારો સપૉર્ટિંગ રોલમાં દેખાશે. બોલીવુડના પ્રખ્યાત સંગીતકારે આ ફિલ્મન 6 ગીત તૈયાર કરી લીધા છે અને જે ગીતો જાણીતા ગાયકોએ ગાયા છે.
આ ફિલ્મને લઈને થયો વિવાદ
ગયા વર્ષે ફવાદની ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને ખૂબ જ વિવાદ થયો હતો. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ જોરદાર વિરોધને કારણે ફિલ્મ રિલીઝ થઈ નહોતી કરી. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના સંસ્થાપક રાજ ઠાકરે એ ફિલ્મની રિલીઝ પર કટ્ટર વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પાકિસ્તાની એક્ટરની ફિલ્મ મહારાષ્ટ્રમાં બિલકુલ રિલીઝ નહીં થાય. ફવાદની છેલ્લી બૉલીવુડની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ હતી. આની પેહલા 2016માં કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મમાં પણ તેને અભિનય કર્યો હતો