આમિરની સિતારે ઝમીન પર તમે થિયેટરમાં ન જોઈ હોય તો આ અપડેટ ખાસ વાંચો

વર્ષ 2007માં આવેલી તારે ઝમીન પરની સ્પિરિચ્યુઅલ સિકવન્સ ફિલ્મ સિતારે ઝમીન પર પણ દર્શકોને ઘણી ગમી. ફિલ્મએ આમિર ખાનને ફરી લાઈમલાઈટમાં લાવી દીધો અને રૂ. 200 કરોડ કરતા વધારે કમાણી પણ કરી. પણ જો તમે આ ફિલ્મ થિયેટરમાં જઈને જોઈ શક્યા ન હોવ તો તમારે વધારે પ્રતીક્ષા કરવી નહીં પડે કારણ કે ફિલ્મની ઓટીટી રિલિઝ ડેટ આવી ગઈ છે.
આ દિવસે આ પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ
મેન્ટલી ડિસેબલ્ડ યુવાનોની ફિલ્મ લઈને આમિરે થિયેટરમાં દર્શકોને રડાવ્યા અને હસાવ્યા અને આપણે જેમને એબ્નોર્મલ માનીએ છીએ તે આપણા કરતા વધારે નોર્મલ છે, તેવો સંદેશ પણ આપ્યો. આમિરની આ ફિલ્મ ઈટાલિયન ફિલ્મની કૉપી હોવાનો આક્ષેપ પણ થયો. જોકે ફિલ્મમાં આમિરની એક્ટિંગ ખૂબ વખાણાઈ અને ફિલ્મ લોકોને ખૂબ ગમી. આમિર સાથે જેનેલિયા ડિસોઝાએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું.
આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર આમિરની ‘સિતારે ઝમીન પર’ છવાઈ, ‘હાઉસફુલ 5’ અને ‘માઁ’ના શું હાલ છે જાણો?
હવે આ ફિલ્મની ઓટીટી રિલિઝની વાત કરીએ તો મેકર્સે કરેલી જાહેરાત અનુસાર સિતારે ઝમીન પર 1લી ઑગસ્ટથી યુ ટ્યૂબ ચેનલ પર જ જોવા મળશે, અન્ય કોઈ પ્લેટફોર્મ પર રિલિઝ નહીં થાય. જોકે આ ફિલ્મ જોવા તમારે રૂ. 100 ખર્ચવાના રહેશે. ભારત સિવાય અમેરિકા, કેનેડા, યુગાન્ડા સહિતના દેશોમાં લોકલ પ્રાઈઝ ચૂકવી જોઈ શકાશે. યુ ટયૂબની ઘણી પહોંચ હોવાથી આમિરના પ્રોડક્શનની તમામ ફિલ્મો હવે યુ ટ્યૂબ પર જોવા મળશે.
લાલસિહં ચઢ્ઢા પછી આવેલી આ ફિલ્મથી આમિરે કમબેક કર્યું છે અને હવે લાહોર 1947માં તે સન્ની દેઓલ અને પ્રિટી ઝિંટા સાથે જોવા મળશે.