Paatal Lok ફેમ આ જાણીતા અભિનેતા પર તૂટ્યો દુઃખોનો પહાડ…
બોલીવૂડ એક્ટર અને જાણીતી વેબ સિરીઝ પાતાલ લોક (Paatal Lok) ફેમ જયદીપ અહલાવત (Jaideep Ahlawat)ના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ એક્ટરના પિતાનું નિધન થયું છે અને એક્ટરની ટીમે આ ન્યુઝ કન્ફર્મ કરતાં એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. ગઈકાલે રાતે મુંબઈમાં જ જયદીર અહલાવતના પિતાનું નિધન થયું હતું.
આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમને જયદીપ અહલાવતના પિતાના નિધનની જાહેરાત કરતાં ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે. એક્ટર હાલમાં પોતાના હોમ ટાઉન જવા રવાના થઈ ગયા છે. જયદીપ અને તેમના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવસી જાળવી રાખવાની વિનંતી કરી છે. અમે તમારી સમજ અને પ્રાર્થનાઓ માટે આભાર માનીએ છીએ. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એક્ટરના પિતાના અંતિમ સંસ્કાર હરિયાણા ખાતે આવેલા તેમના ગામમાં કરવામાં આવશે.
જયદીપ પોતાના પિતાની ખૂબ જ નજીક હતો, જોકે તે તેમનાથી ખૂબ જ ડરતો પણ હતો, આ વાતનો ખુલાસો ખુદ એક્ટરે પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. આ દરમિયાન તેણે એવું પણ જણાવ્યું હતું કે તેમના પિતા સ્કુલમાં ટીચર હતા અને હાલમાં તેઓ રિટાયર છે. એક્ટરની મમ્મી પણ સ્કુલમાં ટીચર હતા.
આ પણ વાંચો : Paatal Lok-2: જાન્યુઆરીમાં ઓટીટી પ્લેટફોર્મ પર ધમાલ મચાવશે, વિશ્વાસ ના હોય તો જોઈ લો…
એક્ટરે એવું જણાવ્યું હતું કે એક્ટર બનવાનું મારું સપનું પૂરું કરવામાં માતા પિતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. આજે તે જે પણ મુકામ પર પહોંચ્યો છે તે પિતાને કારણે જ પહોંચી શક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્ટરમાં હાલમાં પોતાની વેબ સિરીઝ પાતાલ લોક-ટુને કારણે ચર્ચામાં છે અને એનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.
ફેન્સ જયદીપ અહલાવતે પાતાલ લોક-ટુમાં જોવા માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત છે. અહીંયા તમારી જાણ માટે કે 17મી જાન્યુઆરી, 2025ના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.