Oscar Awards 2025: આ ફિલ્મનો દબદબો રહ્યો; પેલેસ્ટાઇનની ફિલ્મે મારી બાજી, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી | મુંબઈ સમાચાર

Oscar Awards 2025: આ ફિલ્મનો દબદબો રહ્યો; પેલેસ્ટાઇનની ફિલ્મે મારી બાજી, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી

લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ‘એકેડમી એવોર્ડ્સ’ ની જાહેરાત કરવામાં આવી, જેને સામાન્ય રીતે ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. 97મા એકેડેમી એવોર્ડ (97th Academy Awards) સમારોહમાં દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ હાજર રહી હતી. આ વર્ષે કોમેડિયન કોનન ઓ’બ્રાયને પહેલી વાર આ એવોર્ડ શો હોસ્ટ કર્યો હતો. સમારોહમાં ‘અનોરા’ ફિલ્મે મોટી બાજી, ‘એમિલિયા પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ એ પણ મોટા એવોર્ડ જીત્યા, આ ઉપરાંત પેલેસ્ટાઇનની ડોકયુમેન્ટરી ‘નો અધર લેન્ડ’ ફિલ્મે પણ એવોર્ડ જીતી ઈતિહાસ રચ્યો.

આ પણ વાંચો…ગોવિંદા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે પત્નીની હવે પોસ્ટ થઈ વાયરલ

ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા જોનાસે સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરેલી ભારતની શોર્ટ ફિલ્મ ‘અનુજા’ને નિરાશા હાથ લાગી, શોર્ટ ફિલ્મને કોઈ એવોર્ડ ના મળ્યો.

સંબંધિત લેખો

Back to top button