Happy Birthday The Final Boss…. જાણો કોણે Isha Ambaniને આ ખાસ અંદાજમાં કર્યું વિશ? | મુંબઈ સમાચાર
મનોરંજન

Happy Birthday The Final Boss…. જાણો કોણે Isha Ambaniને આ ખાસ અંદાજમાં કર્યું વિશ?

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડકવાયી દીકરી ઈશા અંબાણી અને દીકરા આકાશ અંબાણીનો જન્મદિવસ છે. ઈશા અને આકાશ 33 આજે 33 વર્ષના થઈ ગયા, પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીને ખાસ અંદાજમાં કરાયેલી બર્થડે વિશ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ઈશા અંબાણીના ખાસ મિત્રએ તેમને બર્થડેની શુભેચ્છાઓ ખૂબ જ ખાસ પોસ્ટ શેર કરીને પાઠવી છે. આવો જોઈએ કોણ છે આ ખાસ મિત્ર અને શું ખાસ છે આ પોસ્ટમાં…
આ ખાસ મિત્ર બીજું કોઈ નહીં પણ ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ છે. ઓરી અને ઈશા બંને ખૂબ જ સારા મિત્રો છે.

આ પણ વાંચો : આજે છે અંબાણી ટ્વિન્સનો જન્મદિવસ, પિતાના પગલે પગલે ચાલે છે ઈશા અને આકાશ…

ઓરીએ ઈશાને બર્થડે વિશ કરતાં એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બંને જણ સેમ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ગ્રીન કલરના આઉટફિટમાં ઈશા અને ઓરી બંને પોઝ આપી રહ્યા છે. બર્થડે ગર્લે ગ્રીન કલરની હાઈ વેસ્ટ પેન્ટની સાથે સિલ્વર શિમરી ટોપ પહેર્યું છે. ઈશાનો આ ટોપ ઓફ શોલ્ડર છે અને એમાં ઈશા ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. આ આઉટફિટ સાથે ઈશાએ ડાયમંડ રિંગ્સ અને મોટા મોટા ડાયમંડ ડ્રોપ ઈયરરિંગ્સ પહેરી હતી. સટલ મેકઅપ અને હાફ પોનીમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઓરીએ ગ્રીન કલરના શર્ટ-પેન્ટ પહેર્યા હતા અને મેચિંગ કેપ પણ પહેરી હતી. ઓરી અને ઈશા બંને કેમેરા સામે સ્માઈલ કરીને પોઝ આપતા જોવા મળ્યા છે. ફોટોમાં ઈશા અને ઓરી વચ્ચેનું સુંદર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઓરીએ ઈશા સાથેનો આ સુંદર ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે હેપ્પી બર્થડે ટુ ધ ફાઈનલ બોસ… ઓરીનો આ સ્પેશિયલ મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

સાડી પહેરીને રાધિકા મર્ચન્ટે પ્રેગ્નન્સીની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ…

અંબાણી પરિવારની નાની વહુરાણી ગણેશોત્સવ દરમિયાન જે રીતે સંભાળીને ચાલતી અને પોતાની જાતને સાચવતી જોવા મળી હતી એ જોઈને તે પ્રેગ્નન્ટ છે એવી અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ ગઈકાલે ફેમસ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં રાધિકા મર્ચન્ટ સાડી પહેરીને પહોંચી હતી. રાધિકાએ સાડી પહેરીને પ્રેગ્નન્સીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. રાધિકા હંમેશાની જેમ જ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

Back to top button