મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ઈવેન્ટમાં હાજરી આપવા માટે Orry વસૂલે છે એટલી ફી કે…

Bollywood Star Kidsનો Favouite Orry ઈન્ડસ્ટ્રીનો ના હોવા છતાં પણ ઈન્ડસ્ટ્રીની જાન બની ગયો છે. Orryનું પૂરું નામ Orhaan Awatramani છે. Orry પાર્ટી એનિમલ છે અને તે દરેક એજ ગ્રુપના સેલેબ્સ સાથે ચીલ કરતો જોવા મળે છે. ઓરી હાલમાં જ એક પોડકાસ્ટ શો પર પહોંચ્યો હતો જ્યાં તેણે એકથી એક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આવો જોઈએ શું છે આ ખુલાસાઓ…

Jahnvi Kapoorથી લઈને Deepika Padukone, Ranvir Singh, Alia Bhatt, Palak Tiwari સાથે પણ ઓરીના પાર્ટી કરતાં કે ચિલ કરતાં ફોટો સોશિલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. અરે આટલું જ નહીં પણ ઓરી Salman Khan’s Reality TV Show Bigg Bossમાં પણ જઈ ચૂક્યો છે. આવો આ ફેમસ ઓરી હાલમાં કોમેડિન Bharti Singjh Dvs Harsh Limbachiyaના પોડકાસ્ટ પર પણ પહોંત્યો હતો. પોડકાસ્ટ પર પહોંચેલા ઓરીએ હર્ષ અને ભારતી સાથે મોજ મસ્તી કરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ બંનેના શો પર તેણે પોતે કેટલો મોંઘો છે એ અંગે પણ ખુલાસો કર્યો હતો.

ભારતી અને હર્ષના પોડકાસ્ટ પર ગેસ્ટ બનીને પહોંચેલા ઓરીએ પોતાની વાતોથી દર્શકોનું દિલ તો જિતી જ લીધું હતું પણ હોસ્ટ કપલનું દિલ પણ જિતી લીધું હતું. આ જ દરમિયાર ઓરીને ભારતીએ પૂછ્યું હતું કે સાંભળ્યું છે કે તું મોંઘો છે? આ સવાલ સાંભળીને ઓરીએ જવાબ આપ્યો હતો કે તો શું હું સસ્સો લાગું છું કે? આ સવાલ બાદ હર્ષે પૂછ્યું કે તે એક ફોટો માટે કેટલો ચાર્જ કરે છે? આ સવાલના જવાબમાં ઓરીએ કહ્યું કે હું એક ફોટો ક્લિક કરવા માટે 20 લાખ રૂપિયાની ફી લઉં છું.

ઓરીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે તે કોઈ ઈવેન્ટમાં હાજરી આપવાના 25 લાખ રૂપિયાની ફી ચાર્જ કરે છે. આ સાંભળીને હર્ષ અને ભારતીના એક્સપ્રેશન જોવા જેવા થઈ ગયા હતા. જોકે, ઓરીએ એવું પણ કહ્યું હતું કે જો કોઈ ફેન્સ તેની પાસે સેલ્ફી માંગે છે તો હું કોઈ ચાર્જ નથી કરતો પણ જો બીજું કોઈ સેલ્ફી માંગે છે તો હું 20 લાખ રૂપિયા ચાર્જ કરું છું. અત્રે ઉલ્લેખની છે કે ઓરને પાર્ટી કરવાનું, પોઝ કરવાનું ડાન્સ કરવો ખૂબ જ ગમે છે અને જો તેને ઈન્વિટેશન આવે તો તે પાર્ટીમાં ચોક્કસ જાય છે અને પાટીની જાન બની જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button