મનોરંજન

Nepotismને લઈને Orryએ આ શું કહ્યું?

બોલીવૂડના સ્ટાર કિડ્સના મનપસંદ Orry ઉર્ફે Orhaan Avatrmani દર થોડા સમયે કોઈને કોઈ કારણસર લાઈમ લાઈટમાં આવતો હોય છે. હાલમાં જ Orry ગુજરાતના જામનગર ખાતે યોજાયેલા Anant Ambani અને Radhika Merchantના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યો હતો અને એ સમયે તેણે પોપસ્ટાર રિહાના સાથે પણ પાર્ટીમાં ધૂમ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પણ વાઈરલ થઈ રહ્યો છે. હવે ફરી એક વખત ઓરી લાઈમ લાઈટમાં આવી ગયો છે અને આ વખતે તેનું લાઈમ લાઈટમાં આવવાનું કારણ છે નેપોટિઝમ લઈને તેણે આપેલું નિવેદન…

સ્ટાર કિડ્સના ફેવરેટ ઓરીએ હાલમાં નેપોટિઝમ પર ખુલીને વાત કરી હતી અને જ્યારે તેને નેપોટિઝમ વિશે પૂછવામાં આવ્યું કે તું ખુદ બહારની વ્યક્તિ છો પણ ઘણા બધા સ્ટાર કિડ્સના મિત્ર છે અને જ્યારે લોકો તને ‘નેપો બેબીઝ’ કહે છે ત્યારે તને કેવું લાગે છે?

આ સવાલના જવાબમાં ઓરીએ જણાવ્યું હતું કે આ શબ્દોનું ખૂબ જ ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જ્યારે તમે એ જ કોલેજમાં એડમિશન લો છો જેમાં તમારા માતા-પિતા ભણ્યા હતા અને એ સમયે તમને પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારે પણ તમને નેપો કિડ્સ કે પ્રિવિલેજડકિડ તરીકે બોલાવવામાં આવે છે. આ સાથે સાથે જ જ્યારે તમારી સાથે તમારા માતા-પિતાના કારણે શાળા-કોલેજમાં સારો વ્યવહાર કરવામાં આવે છે, તો તેની પાછળનું કારણ તમારા માતા-પિતાની વર્ષોની મહેનત છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ એવું જ કંઈક થાય છે.

ઓરીએ આગળ પણ એવું જણાવ્યું હતું છે કે હું બહારનો વ્યક્તિ છું. સ્ટાર કિડ્સ માટે જે દરવાજા સરળતાથી ખુલે છે તે મારા માટે ખુલ્લા ન પણ હોય. પરંતુ હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ જેથી મારા બાળકો મારી મહેનતનો પૂરેપૂરો લાભ લઈ શકે. હું ઈચ્છું છું કે મારી મહેનત મારા સંતાનોને વારસામાં મળે છે.

ઓરીએ વધુમાં જણાવ્યું હતું કે, શું તમે કાર્તિક આર્યનના સંતાનોને પણ નેપો કિડ્સ કહીને બોલાવશો? શું એના સંતાનોને એણે કરેલી મહેનતનું ફળ ન મળવું જોઈએ? કે પછી શાહરૂખ ખાનના સંતાનને પણ તેની મહેનતનો લાભ ન ​​લેવો જોઈએ? ‘આજે જો હું કોઈ દિગ્દર્શક અને નિર્માતા સાથે મિત્રતા કરું છું અને હું તેમનો ઋણી છું અને એટલે જ હું ઈચ્છું છું કે મારા સંતાનોને આ ઉપકારનો લાભ મળે…

ઓરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા વાઈરલ થતાં હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…