ફાટેલાં કપડાં, વિચિત્ર વાળ આ શું થઈ ગયું Orryને? Janhvi Kapoor પણ ડરી ગઈ…

જાણીતા ઈન્ટરનેટ સેન્સેશન ઓરી ઉર્ફે ઓરહાન અવત્રમણિ (Orry Aka Orhan Awatramani) અનેક ફિલ્મ સ્ટાર્સ અને સ્ટાર કિડ્સના ફેવરેટ છે. હંમેશા પોતાના લૂક અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહેતા ઓરીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ઓરીના થયેલા હાલ જોઈને ફેન્સ છળી પડ્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું છે ઓરીએ શેર કરેલાં આ ફોટોમાં-
વાત જાણે એમ છે કે ઓરીએ સોશિયલ મીડિયા પર પોતાની નવી હેર સ્ટાઈલનો ફોટો શેર કર્યો છે. આ હેર સ્ટાઈલ એટલી બધી વિચિત્ર છે કે પૂછો નહીં વાત. ઓરીનો આ લૂક જોઈને બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Bollywood Actress Janhavi Kapoor)ખુદ માથુ પકડીને બેસી ગઈ હતી અને એક્ટ્રેસ પોતાની જાતને કમેન્ટ કરતાં રોકી શકી નહોતી.
જ્હાન્વી કપૂરે ઓરીના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઓરી તારી આ નવી હેરસ્ટાઈલ ખાસ કંઈ ફ્રેન્ડલી નથી લાગી રહી. ઓરીએ હજી સુધી જ્હાન્વીની આ કમેન્ટ પર રિપ્લાય નથી કર્યો. ઓરીની હેરસ્ટાઈલની વાત કરીએ તો તેણે આ વખતે ખૂબ જ અતરંગ લૂક પસંદ કર્યો છે પોતાની જાત માટે. ઓરીના માથા પર માત્ર વચ્ચેના ભાગમાં જ વાળ છે અને બાકી બંને સાઈડથી તે બાલ્ડ છે.
ઓરીએ પોતાના આ નવા લૂકવાળા ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે હું દર સાંજે ઊઠું છું અને એ પણ મારા ચહેરા પર એક મોટી સ્માઈલ સાથે. હું ક્યારેય પણ આઉટ ઓફ પ્લેસ નથી દેખાતો. મને ખબર છે કે તમે લોકો અત્યારે પણ 9થી 5ની ડ્યૂટીમાં વ્યસ્ત હશો, કામ કરી રહ્યા છો. પણ સાચું કહું તો મને આ ખાસ કંઈ ઠીક નથી લાગી રહ્યું. ખૂબ જ ખરાબ ટેસ્ટ હોય છે આ નોકરીનો.
આ પણ વાંચો : શું ઉર્ફી જાવેદ સાથે લગ્ન કરશે ઓરી! બધા સામે કિસ કરી કબૂલી દિલની વાત
અત્રે ઉલ્લેખનીય છે કે ઓરીનો આ વિચિત્ર લૂક જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઓરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે. તે અવારનવાર અંબાણી પરિવારના મહિલા મંડળ સાથે સ્પોટ થતો હોય છે. ઓરી પેપ્ઝનો પણ ફેવરેટ છે અને તે પોતાના ચિત્ર-વિચિત્ર મોબાઈલ કવર માટે પણ એટલો જ પ્રખ્યાત છે. આ વખતે ઓરી તેના વિચિત્ર લૂકને કારણે લાઈમલાઈટમાં આવ્યો છે.