આમચી મુંબઈમનોરંજન

જ્હાનવી કપૂરે કોને કહ્યું I Miss You…, રૂમર્ડ બોયફ્રેન્ડે આપ્યું આવું રિ-એકશન

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર અવારનવાર લાઈમ લાઈટમાં આવતી હોય છે અને હમણાં હમણાંથી તો એક્ટ્રેસ તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે એમાં પણ ખાસ કરીને લવ લાઇફને કારણે વધુ ચર્ચામાં આવતી હોય છે. હવે ફરી એક વખત એક્ટ્રેસ લાઈમ લાઈટમાં આવી છે અને એનું કારણ છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટ.

આખી વાત વિસ્તારથી જણાવવાની થાય તો એ એવી છે કે હાલમાં જ સોશિયલ મીડિયા પર ઓરી અને જ્હાનવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં બંને જણા ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ના ગીત ‘પિંગા ગા પોરી’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓરી અને જ્હાન્વી ખૂબ જ સારા મિત્રો છે. આ વીડિયો પર જ્હાન્વીના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે ખિલૌના બના ખલનાયક.


સામે પક્ષે ઓરી માટે જ્હાનવીએ પણ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે- બિગ બોસ-17 માટે મને ભૂલી ગયો? મિસ યુ…
વાત જાણે એમ છે કે ઓરીએ બિગ બોસ-17માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે અને આ જ કારણે જ્હાન્વીએ તેને ‘મિસ યુ’ એવું લખ્યું હતું.

વાત કરીએ ઓરીની તો તેનું સાચું નામ ઓરહાન અવતારમણિ છે અને તે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર છે. આ ઉપરાંત તે રિલાયન્સ સાથે આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સના સહયોગનું પણ નેતૃત્વ કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં, તેનું કામ પ્રમોશન અને માર્કેટિંગ માટે સેલેબ્સ સાથે કનેક્ટેડ છે. અહીંયા તમારી જાણ માટે કે ઓરહાન અને મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણી બંને ખુબ સારા મિત્રો પણ છે. સાથે સાથે કામ કરતી વખતે તેની અનેક સેલેબ્સ સાથે મિત્રતા થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઓરીનો દબદબો જોવા મળે છે અને તેને ઘણી વખત સેલેબ્સ અને સ્ટાર કિડ સાથે પાર્ટી કરતો જોવા મળે છે અને તે અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને સુહાના ખાન જેવા સ્ટાર કિડ્સ પણ ઓરીના મિત્રો છે અને આ સિવાય સ્ટાર કિડ્સ સાથે ઓરીના ફોટા પણ સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળતાં હોય છે અને તે વાઈરલ થઈ રહી છે.


મળી રહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓરી મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પેશિયલ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે અને તે છેલ્લાં છ વર્ષથી કંપની સાથે જોડાયેલો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button