મનોરંજન

સિંદૂરથી તંદૂર સુધી… પાકિસ્તાની નાગરિક હતો આ સિંગર અને આજે…

પહલગામ આંતકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરતાં 7મી મેના સવારે 1.05 કલાકથી 1.30 કલાક સુધી ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં 9 જેટલા આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતા ઠેકાણાને નેસ્તનાબુદ કરી નાખ્યા હતા. ભારતે પાકિસ્તાનના 9 આંતકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કરી દીધા હતા.

સામાન્ય નાગિરકોથી લઈને બોલીવૂડ સુધી આ ઘટનાના પડઘાં જોવા મળી રહ્યા છે. અનેક ફિલ્મ સ્ટાર્સ ભારતીય સેનાના આ પગલાંની સહારના કરી ચૂક્યા છે. હવે આ અનુસંધાનમાં જાણીતા સિંગર અદનાન સામીનું નામ પણ જોડાઈ ચૂક્યું છે. અદનાન સામી પણ પાકિસ્તાની નાગરિક હતા,. પણ ભારતની નાગરિકતા મળ્યા બાદથી તેમણે પોતાની દેશભક્તિ જાહેર કરવામાં કોઈ કમી નથી બાકી રાખી.

એટલું જ નહીં પણ અદનાના સામી જ્યારે પણ મોકો મળે ત્યારે પાકિસ્તાનની ટીખળ ઉડાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા. ફરી એક વખત અદનાન સામીએ પાકિસ્તાનની બેન્ડ બજાવી દીધી છે. તેમણે અનેક મીમ્સ શેર કરીને પાકિસ્તાનની લાચારીની મજાક ઉડાવી છે, જે ભારતીય નાગરિના ચહેરા પર સ્મિત લાવવા માટે પૂરતું છે. અદનાનના આ જવાબ જોયા બાદ તો કોઈ પણ ખુશીની ઉછળી પડશે. સિંગરે એક સાથે અનેક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે, જેની શરુઆત તેમણે જય હિંદની સાથે કરી હતી. આ પોસ્તમાં તેણે ઓપરેશન સિંદૂરવાળો ફોટો પણ શેર કર્યો છે.

https://twitter.com/AdnanSamiLive/status/1920005682742382947

અદનાન સામીએ બીજો મીમ શેર કર્યું છે. આ પોસ્ટમાં અદનાને એઆઈ જનરેટેડ ફોટો શેર કર્યા છે, જેની કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે પાકિસ્તાની ટીવી ન્યુઝ એન્કર હવે આવી હાલત છે, ઓલ ઈઝ વેલ. આ પોસ્ટમાં તેમણે બે ફોટો શેર કર્યા છે. બીજી એક પોસ્ટમાં તેમણે ગ્રાફીકલ ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે સિંદુરથી તંદુર સુધી… આ સિવાય બીજી એક પોસ્ટમાં ભારતઃ7મી મેના મોકડ્રિલ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અદનાને સોશિયલ મીડિયા પર એક કિસ્સો સંભળાવ્યો હતો, જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ પોસ્ટમાં તેમણે પાકિસ્તાનની હાલત વિશે વાત કરી હતી. સિંગરે જણાવ્યું હતું કે તેઓ વિદેશમાં હતા ત્યારે તેમની મુલાકાત એક પાકિસ્તાની નાગરિક સાથે થઈ હતી અને તે પાકિસ્તાનની આર્મીથી ખાસ કંઈ ખુશ નહોતો અને તેણે પોતાની આ સમસ્યા અદનાન સાથે શેર કરી અને ભારતની નાગરિકતા લેવાના અદનાનના નિર્ણયની પ્રશંસા પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button