ફરી એકવાર રાહુલ અને અંજલિને મોટા પદડે જોવાની તક હતી પણ…
રાહુલ અને અંજલિ નામ તો કોમન છે, પણ સાથે લેવાય ત્યારે તરત વોલીબોલ રમતા અને એકબીજાને ચિટર કહેતા શાહરૂખ ને કાજોલ યાદ આવે. હવે યાદ આવી જ છે તો તમને કહી દઈએ કે આ બન્નેની કુછ કુછ હોતા હૈ ફરી મોટા પદડે જોવાનો ચાન્સ અમુક લોકોને મળવાનો છે. કરણ જોહરની 16 ઓક્ટોબર વર્ષ 1998એ રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હે આ વર્ષે 16 ઓક્ટોબરે 25 વર્ષની થશે. કરણ જોહરે કુછ કુછ હોતા હે થી ડાયરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ તેમની પહેલી ફિલ્મ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. આ મૂવીનો ક્રેઝ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ ક્રેઝને જોતા કરણ જોહરે ફિલ્મની રી-રિલીઝનું એલાન કર્યુ છે. આ સાથે જ આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ થશે. 15 ઓક્ટોબર 2023એ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી ફરી એક વખત થિયેટર્સમાં જોવા મળશે પણ આ ફિલ્મ હાલમાં મુંબઈના એક જાણીતા થિયેટરમાં રીલિઝ થવાની વાત છે અને ટિકિટ વેચાઈ ગઈ છે કારણ કે કરણે આ ફિલ્મની ટિકિટ પણ માત્ર રૂ. 25 રાખી છે.
કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મની રી-રિલીઝનું એલાન કર્યુ તો થોડી જ મિનિટોમાં તમામ ટિકિટ બુક થઈ ગઈ. બીજુ કારણ એ છે કે કરણ જોહરે આ ફિલ્મની ટિકિટના ભાવ ખૂબ જ ઓછા રાખ્યા હતા.
રિપોર્ટ અનુસાર કુછ કુછ હોતા હે ના 25 વર્ષ પૂરા થવા પર કરણ જોહરે આ ફિલ્મની ટિકિટની પ્રાઈઝ પણ 25 રૂપિયા રાખી છે, જેના કારણે તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. નૉ વરી નેક્સ્ટ ટાઈમ.