મનોરંજન

ફરી એક વાર ‘ગંગુબાઈ’ આ કારણસર આવી ‘લાઈમલાઈટ’માં…

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટની સુપર હીટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi)ને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આલિયાની આ ફિલ્મે લોકોની પસંદગી મેળવવાની સાથે બૉક્સ ઑફિસ પર પણ મબલખ કમાણી કરી હતી. આ ફિલ્મ માટે આલિયા ભટ્ટને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આલિયાની આ ફિલ્મના બે વર્ષ થયાની ઉજવણી કરવા માટે ફિલ્મના પ્રોડકશન હાઇસ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

સંજય લીલા ભણસાલીના ભણસાલી પ્રોડકશન હાઉસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના સીનના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘રોના ઉસકી કિસ્મત થી, મુસ્કુરાના ઉસકી ફિતરત. હિરોઈન બનને આયી થી, કમ્બખ્ત પૂરા કા પૂરા સિનેમા બન ગઈ.’ હમારે ચાંદ, ગંગુબાઈ કાઠિયાવાડીના બે વર્ષ પૂરા થવાનું સેલિબ્રેશન મનાવું છું.

આલિયા ભટ્ટની સુપરહીટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને સંજય લીલા ભણસાલીએ ડિરેકટ અને પ્રોડ્યૂસ પણ કરી હતી. આ ફિલ્મમાં આલિયાની સાથે વિજય રાઝ, સીમા પાહવા, શાંતનુ મહેશ્વરી, જિમ સરભ અને અજય દેવગન પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 2022ની સૌથી વધુ કમાણી કરનારી પાંચમી ફિલ્મ બની હતી.


એક અહેવાલ મુજબ 2024માં આલિયા હવે ‘જિગરા’ નામની એક ફિલ્મમાં જોવા મળશે એની સાથે ‘લવ એન્ડ વૉર’માં ફરી એક વખત આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાના છે. આ ફિલ્મમાં આલિયાનો હસબન્ડ રણબીર કપૂર અને વિક્કી કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ 2025ના ડિસેમ્બર સુધી રિલીઝ થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button