60 વર્ષે ત્રીજા લગ્ન પર આમિર ખાને કહ્યું હું પહેલાંથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું…

બોલીવૂડમાં આમિર ખાનની ઈમેજ મિસ્ટર પરફેક્શનિસ્ટની છે અને હાલમાં આમિર તેની પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફ અને એમાં પણ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. 60 વર્ષના આમિરે ખાને જ્યારથી ગૌરી સ્પ્રૈટને ફેન્સ સાથે ઈન્ટ્રોડ્યુસ કરી છે ત્યારથી લોકોને એ જાણવાની તાલાવેલી છે કે શું આમિર ગૌરી સાથે ત્રીજા લગ્ન કરશે? હવે આમિરે જ ગર્લફ્રેન્ડ આમિર ખાન સાથે ત્રીજા લગ્નને લઈને સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ શું કહ્યું છે આમિર ખાને-
હાલમાં જ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં આમિર ખાનને પૂછવામાં આવ્યું કે ગૌરી સાથેનો તેમનો સંબંધ કઈ દિશામાં જઈ રહ્યો છે, ગૌરી સાથે તે ત્રીજા લગ્ન કરશે કે કેમ? જેના જવાબમાં આમિર ખાને જણાવ્યું હતું કે ગૌરી અને હું અમે બંને એકબીજાને લઈને ખૂબ જ સિરીયસ છીએ. અમે લોકો વધુ પડતી જ કમિટેડ સ્પેસમાં છીએ. અમે બંને પાર્ટનર્સ છીએ અને બંને જણ સાથે છીએ.
લગ્નના સવાલનો જવાબ પૂરી ઈમાનદારી સાથે આપતા આમિર ખાને જણાવ્યું કે લગ્ન એક એવી વસ્તુ છે મારો અર્થ એ છે કે મારા મનમાં મેં પહેલાં જ ગૌરી સાથે લગ્ન કરી લીધા છે. હવે અમે આ રિલેશનશિપને ઔપચારિક રૂપ આપીશું કે નહીં, એ આગળ જતાં અમે લોકો નક્કી કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમિરે પહેલાં 1986માં રીના દત્ત સાથે પહેલાં લગ્ન કર્યા હતા, પણ આ સંબંધ ખાસ કંઈ ચાલ્યો નહીં અને બંને જણ છુટા પડ્યા. રીનાથી છુટા પડ્યા બાદ આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા પણ તેના આ બીજા લગ્ન ટક્યા નહીં અને આમિર અને કિરણે ડિવોર્સ લઈ લીધા. હવે આમિર પોતાના ત્રીજા લગ્નને લઈને ખાસ્સો એવો ચર્ચામાં છે.
આમિર ખાન અને ગૌરી અવારનવાર સાથે પબ્લિકમાં જોવા મળતાં હોય છે અને સોશિયલ મીડિયા પર તો બંનેના લગ્નના ફોટો પણ વાઈરલ થઈ રહ્યા છે. જોકે, આ ફોટોમાં કેટલી સચ્ચાઈ છે એ તો ભગવાન જાણે…
આ પણ વાંચો…સેલિબ્રિટી કપલની દીકરીનું આમિર ખાને કર્યું નામકરણઃ જાણો શું નામ આપ્યું…