મનોરંજન

Aishwarya Rai-Bachchanની લિપસ્ટિક પર Amitabh Bachchanએ કહ્યું કંઈક એવું કે…

આજે ભલે બચ્ચન પરિવાર (Bachchan Family) અને વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે સંબંધો વણસેલા હોય, પણ હંમેશાથી આવું નહોતું. એક સમય એવો પણ હતો કે ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) વચ્ચે એક ખાસ બોન્ડ જોવા મળતો હતો. બંનેનો બોન્ડ જોઈને ભલભલા લોકોને ઈર્ષ્યા થઈ જતી હતી. જોકે, હવે સમય બદલાયો છે અને સાસરિયાઓથી દૂર ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે અલગ રહે છે.

હવે ઐશ્વર્યાની લિપસ્ટિકને લઈને બિગ બીએ આપેલું નિવેદન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવું જોઈએ શું કહ્યું બિગ બીએ-બિગ બીએ ઐશ્વર્યાની લિપસ્ટિકને આપેલા નિવેદન વિશે વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા હાલમાં ફોરેન ટૂર પર પણ દીકરી આરાધ્યા સાથે એકલી જોવા મળે છે.

એવી અફવાઓ પણ ઉડી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો ગ્રે ડિવોર્સ થશે. પરંતુ આ બાબતે ઐશ્વર્યા કે અભિષેક દ્વારા આ બાબતે કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું.
વાત કરીએ ઐશ્વર્યાની લિપસ્ટિક પર બિગ બીએ આપેલા નિવેદન વિશે તો ઘટના 2016ની છે. 2016માં ઐશ્વર્યાએ પોતાના યુનિક લૂકથી લોકોને એકદમ ચોંકાવી દીધા હતા. એ સમયે કાન ફિલ્મ ફેસ્ટિવલ-2016માં રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પર્પલ લિપસ્ટિક લગાવીને પહોંચી હતી.

જોકે, આ અખતરા બાદ પ્રશંસકોએ તેમની લિપસ્ટિક પર જાત-જાતની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સમયે બિગ બી પોતાના વહુનો બચાવ કરતાં જોવા મળ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં બિગ બીએ જણાવ્યું હતું કે પર્પલ કલરની લિપસ્ટિકમાં શું ખરાબી છે, આ લિપસ્ટિક તેના હોઠને વધારે સુંદર બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા લોકોને પોતાના વિચારોને વ્યક્ત કરવાનું મંચ પૂરું પાડે છે, પણ લોકો ઘણી વખત તેનો ખોટો ફાયદો ઉપાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં બચ્ચન પરિવારમાં ભંગાણ પડ્યું છે ઐશ્વર્યા છેલ્લાં કેટલાય સમયથી દીકરી આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે રહે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button