લગ્નના 16 વર્ષે Sanjubabaએ પત્ની Maanayata Dutt માટે કહી એવી વાત કે…

બી-ટાઉનના ભાઈ, બાબા કે મુન્નાભાઈ તરીકે ઓળખાતા Sanjay Dutt અને તેની પત્ની Maanayata Dutt એક પોપ્યુલર અને એડોરેબલ કપલ્સમાંથી એક છે. બંનેનો સંબંધ એકદમ અટૂટ છે. લગ્નના 16 વર્ષ બાદ આજે પણ બંને વચ્ચે ભરપૂર પ્રેમ છે. આજે જ બંનેની વેડિંગ એનિવર્સરી પણ છે અને બંને જણ આ મોટા દિવસને ખૂબ જ સારી રીતે એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે.
લગ્નની 16મી એનિવર્સરી પર માન્યતા દત્તે પતિ સંજય દત્ત પર પ્રેમ વરસાવ્યો છે અને માન્યતા દત્તે પતિ સાથે એક રોમેન્ટિક પોસ્ટ કરવામાં આવી છે. માન્યતાએ પતિ સંજય સાથે એક રોમેન્ટિક સેલ્ફી પોસ્ટ કરી છે અને એના પર લખ્યું છે કે Just Love… બંને આ ફોટોમાં એકબીજાના પ્રેમમાં ગળાડૂબ જોવા મળી રહ્યા હતા. ફોટોની સાથે સાથે માન્યતાએ કેપ્શનમાં લખ્યું હતું કે સ્વીટ સિક્સ્ટિન… અમારા જીવનના ખાટ્ટા-મીઠા મોમેન્ટ્સ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. હું હમમેશા જ તમને પ્રેમ કરીશ.
સંજય દત્ત માટે માન્યતાએ કરેલી પોસ્ટને લોકોએ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં ફેન્સ માન્યતા અને સંજય દત્તને એનિવર્સરીની શુભેચ્છા આપી રહ્યા છે. સંજુબાબાએ પણ લેડી લવ માટે એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે મારી જિંદગીનો સૌથી સુંદર હિસ્સો બનવા માટે આભાર અને મને બે શાનદાર બાળકો આપવા માટે પણ થેન્ક્યુ… દુનિયા ખત્મ થઈ ગયા બાદ પણ હું તમારી સાથે જ રહીશ. હું તમને પ્રેમ કરું છું હેપ્પી એનિવર્સરી…
અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અને માન્યતા દત્તે 2008માં લગ્ન કર્યા હતા અને બંનેને એક એક બાળક પણ છે જેમાં દીકરી ઈકરા અને દીકરા શહરાનનો સમાવેશ થાય છે. માન્યતા બાળકો અને પતિ સાથે એકદમ ખુશહાલ જીવન વિતાવી રહી છે.