OG box office collection આ સાઉથની ફિલ્મ બે દિવસમાં સો કરોડી થઈ ગઈ

ઘણા સમયથી દક્ષિણ ભારતની ફિલ્મ પણ જોઈએ તેવો બિઝનેસ કરતી ન હોવાનું જણાઈ રહ્યું હતું. જોકે હિન્દી ફિલ્મો કરતા સારો બિઝનેસ દક્ષિણની ફિલ્મો કરતી હોય છે, પરંતુ અભિનેતા પવન કલ્યાણની ફિલ્મે તો માત્ર બે દિવસમાં સો કરોડ છાપી રેકોર્ડ કરી નાખ્યો છે.
ફિલ્મે શરૂઆતમાં જ રૂ. 21 કરોડ પેઈડ પ્રિવ્યુ માટે કમાઈ લીધા હતા. ત્યારબાદ પહેલા દિવસે એટલે કે ગુરુવારે ફિલ્મે રૂ. 63 કરોડ અને શુક્રવારે 19 કરોડનું કલેક્શન કર્યું હતું. આથી ફિલ્મનું ટોટલ કલેક્શન રૂ. 104 કરોડ થયું છે અને તેનું ગ્લોબલ કલેક્શન તો રૂ.154 કરોડ સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળ્યું છે. પવન કલ્યાણની આ પહેલી ફિલ્મ છે જેણે આટલું જલદી આટલી મોટી કમાણી કરી હોય. તાજેતરમાં રિલિઝ થયેલી સાઉથની ફિલ્મ મિરાયે 15 દિવસે 85 કરોડ કમાયા હતા.
આ પણ વાંચો: સોનાક્ષી સિન્હાની જટાધારા સાથે જોડાયેલી છે ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા…
જોકે ઓજી માત્ર પવન કલ્યાણની નહીં ભારતીય સિનેમાની સૌથી ઝડપી કમાણી કરતી સાત ફિલ્મોમાંની એક બની ગઈ છે.
સુજીતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ બોલીવૂડ અભિનેતા ઈમરાન હાશ્મીની તેલુગુ ડેબ્યુટ પણ છે. ગેંગસ્ટર ઓજસ ગંભીરાના રોલમાં પવન કલ્યાણ છે. ઈમરાન હાશમી જે ઓમી ભાઉનું કેરેક્ટર પ્લે કરે છે તે ગેંગસ્ટર છે અને ગંભીરા તેને મારવા માટે મુંબઈ આવે છે. આ બન્ને વચ્ચેનો જંગ ફિલ્મની સ્ટોરી છે.
પવન કલ્યાણની આ ફિલ્મ પથછી બ્રેક લઈ રહ્યા છે, કારણ કે હવે તેઓ આંધ્રપ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બની ગયા છે.