મનોરંજન

વિરાટે અનુષ્કા સાથે આ શું કર્યું કે…

ઈન્ડસ્ટ્રીમાં વિરુષ્કાના નામથી પંકાયેલું ક્યુટ અને એડોરેબલ કપલ એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. એક ક્રિકેટનો કિંગ અને સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ક્વીન… ગઈકાલે જ આ ક્યુટ કપલે છઠ્ઠી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. 2017માં વિરાટ અને અનુષ્કાએ ઈટલીના ટસ્કનીમાં સાત ફેરા લીધા હતા.

સોમવારે જ તેમણે આ એનિવર્સરીની પાર્ટી કરી અને એમાં એમના નજીકના મિત્રો અને અનેક મોટી મોટી હસ્તીઓ પહોંચી હતી. હવે આ પાર્ટીમાં વિરાટે એવી હરકત કરી હતી કે જેને જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. એટલું જ નહીં વિરાટનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કર્યું વિરાટ કોહલીએ કે પાર્ટીમાં હાજર લોકો ચોંકી ઉઠ્યા હતા.


એનિવર્સરી પાર્ટીમાંતી વિરાટ કોહલીનો એક ફોટો ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે હંમેશની જેમ જ વિચિત્ર મોઢું બનાવીને કોમેડી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વિરાટ કોહલીને આવું કરતાં જોઈને પાર્ટીમાં હાજર લોકો ચોંકી ગયા હતા અને આ જ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થવા લાગ્યો.

વિરાટ કોહલીને મેદાના પર તો હંમેશની જેમ જ ચિત્ર-વિચિત્ર ચાળા કરતાં જોયા જ હશે. પરંતુ પોતાના સ્પેશિયલ ડે પર આવી હરકત તે કરશે એવું તો કોઈએ સ્વપ્નેય નહોતું વિચાર્યું પણ સખણો રહે તો વિરાટ કોહલી નહીં.
વિરાટ કોહલીના પર્ફોર્મન્સની વાત કરીએ તો વિરાટ કોહલીએ વર્લ્ડકપ-2023માં તો દમદાર પર્ફોર્મન્સ આપ્યું જ હતું અને હવે સાઉથ આફ્રિકાની ટૂર પર છે જ્યાં તે બે ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button